હોમ
દેડિયાપાડા ની ઇનરેકા સંસ્થાન સંચાલિત નર્મદા હોસ્પિટલમાં સિકલસેલની તમામ સારવાર દર માસના બીજા શનિવારે અપાશે

દેડિયાપાડા ની ઇનરેકા સંસ્થાન સંચાલિત નર્મદા હોસ્પિટલમાં સિકલસેલની તમામ સારવાર દર માસના બીજા શનિવારે અપાશે
રિપોર્ટર : પરેશ બારીયા
ડેડીયાપાડા : મળતી માહિતી અનુસાર નર્મદા જિલ્લાના દેડિયાપાડાની ઇનરેકા સંસ્થાન સંચાલિત નર્મદા હોસ્પિટલ એન્ડ રીસર્ચ સેન્ટર , ટીંબાપાડા અને ગોરજ અનુબેન ઠક્કર પ્રેરિત મુનીસેવા આશ્રમના સંયુક્ત ઉપક્રમે નવા વર્ષ ૨૦૨૧ થી દર માસ ના બીજા શનિવારે સિકલસેલને લગતી તમામ બીમારીઓથી પીડિત દર્દીઓને નિષ્ણાત તબીબો દ્વારા તપાસ અને સારવાર કરવામાં આવશે . જેમાં ટીબાપાડા ઇનરેકા સંસ્થાન ખાતે સવારે ૧૦:૦૦ થી બોપોરે ૨:૦૦ વાગે સુધી રહેશે . ટીંબાપાડા તા . ૦૯- ૦૧ - ૨૦૨૧ ના રોજ થી ચાલુ થનાર છે . એમ ઇનરેકા સંસ્થાનના પ્રમુખ ડો . વિનોદ કુમાર એમ કૌશિકે જણાવ્યું હતું . અત્રે ઉલ્લેખનીય છે કે , દેડિયાપાડા સાગબારા તાલુકામાં અને નર્મદા અને ભરૂચ જિલ્લાનાં ડુંગર વિસ્તારમાં આદિવાસીઓમાં સિકલસેલ રોગનું પ્રમાણ વધુ જોવા મળે છે . ત્યારે ગરીબ આદિવાસીઓ માટે આ હોસ્પિટલ આશીર્વાદરૂપ સાબિત થશે .