હોમ
દેવજીભાઈ મહેશ્વરી ની ૪૬ મી જન્મ જયંતી નિમિત્તે રાપર મધ્યે યોજાયો જન જાગૃતિ કાર્યક્રમ

ડૉ આંબેડકર યુવા ગ્રુપ દ્વારા વિર શહિદ દેવજીભાઈ મહેશ્વરી ની ૪૬ મી જન્મ જયંતી નિમિત્તે રાપર મધ્યે યોજાયો જન જાગૃતિ કાર્યક્રમ
ડૉ આંબેડકર યુવા ગ્રુપ દ્વારા વિર શહિદ દેવજીભાઈ મહેશ્વરી સાહેબ ની ૪૬મી જન્મ જયંતી નિમિત્તે તેમના વિચારો આગળ વધારવા તેમજ તેમના વિચારો થકી યુવાઓને પ્રેરણા મળે એ હેતુથી રાપર સુખદધાર મધ્યે મીનાક્ષીબેન દેવજીભાઈ મહેશ્વરીની અધ્યક્ષતામાં જન જાગૃતિ નો કાર્યક્રમ યોજાયો હતો
જેમાં ડૉ બાબાસાહેબ આંબેડકર નુ કહેલ સુત્ર મારા નામની જય જય કાર કરવાના બદલે મારાં અધુરા રહેલ કાર્યોને પુર્ણ કરવા જાન ની બાજી લગાવી દો તે વિષયે તેમજ શહિદ દેવજીભાઈ મહેશ્વરી ના જીવન ચરિત્ર વિષે ચર્ચાઓ કરી યુવાઓને પ્રેરણા અપાઈ હતી
આ પ્રસંગે ડૉ આંબેડકર યુવા ગ્રુપ ના સંચાલક અશોકભાઈ રાઠોડ , રાપર તાલુકા પ્રભારી રવજીભાઈ મેરીયા , બહુજન ચેરીટેબલ ટ્રસ્ટ ના મંત્રી વાલજીભાઈ રાઠોડ , સ્વાભિમાની યુથ ના પ્રમુખ એડવોકેટ મહાદેવ ભાઈ બગડા , તેમજ આંબેડકર યુવા ગ્રુપ રાપર શહેર ના પ્રમુખ મહેશભાઈ ભદ્રુ , ઉપ પ્રમુખ બી.કે. પરમાર, મંત્રી ગોપાલભાઈ રાઠોડ હરેશભાઈ રાઠોડ, હસમુખભાઈ ગોહિલ, વગેરે બહોળી સંખ્યામાં એસસી, એસટી, ઓબીસી, અને લઘુમતી સમુદાયના લોકો જોડાયા હતા તેમજ મહિલાઓની પણ વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી