હોમ
ગુજરાત સરકાર દ્વારા કિશાન સુર્યોદય યોજનાની મોરબી જીલ્લામાં શરૂઆત
મોરબી જીલ્લામાં ગુજરાત સરકાર દ્વારા ખેડુતોને દિવસે વિજળી મળી રહે તે હેતુથી રાજકોટના સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા, કચ્છ સાંસદ સભ્ય વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા તથા જીલ્લા ભાજપ સંગઠનની ટીમ તથા તાલુકા ભાજપ સંગઠન ટીમ દ્વારા જીલ્લાના પ્રભારી મંત્રી તેમજ ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ ને રૂબરૂ રજુઆત કરતા તેઓએ મોરબી જીલ્લાના ૫૦ ફીડરમાંથી ૮૯ ગામના કુલ ૭૨૩૫ ખેડુતોને લાભ મળે એ માટે પ્રાથમિક તબકકે આગામી તારીખ ૮-૧-૨૦૨૧ થી ૧૬-૦૧-૨૦૨૧ સુધી જીલ્લાના અલગ અલગ તાલુકાઓમાં રાજય સરકારના મંત્રી દ્વારા કિશાન સુર્યોદય યોજનાનું લોકાર્પણ કરવામાં આવશે.
ઉપરોકત કાર્યક્રમમાં સાંસદ મોહનભાઈ કુંડારીયા, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા જીલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, જીલ્લાના સર્વે હોદેદારો વિગેરે ઉપસ્થિત રહેશે.