હોમ
જામકંડોરણા આઈ.સી.ડી.એસ.વિભાગના સી.ડી.પી.ઓ સામે મુખ્યમંત્રી સુધી ગ્રામ્ય કક્ષાની મહિલાએ ફરિયાદ કરી હોવા છતાં ન્યાયના મળ્યો! જાયે તો તો કહા જાયે?

જામકંડોરણા આઈ.સી.ડી.એસ.વિભાગના સી.ડી.પી.ઓ સામે મુખ્યમંત્રી સુધી ગ્રામ્ય કક્ષાની મહિલાએ ફરિયાદ કરી હોવા છતાં ન્યાયના મળ્યો! જાયે તો તો કહા જાયે?
રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાનાં આઈ.સી.ડી.એસ.વીભાગ ના સી.ડી.પી.ઓ. સામે ગ્રામ્ય કક્ષાની મહિલા એ લગાવ્યા ગંભીર આક્ષેપો મહિલા અરજદારે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર નિયામક સચિવ મુખ્યમંત્રીને સોગંધનામાં સાથે રજૂઆત કરેલ હતી રજૂઆતમાં જણાવેલ છે તા.૧૬/૧૧/૨૦૧૧ થી રાયડી ગામમાં આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવેલ હતી ત્યાર બાદ તા.૩-૨-૨૦૨૦ ના રોજ મહિલા વર્કરને ફરજ માથી છૂટા કરેલ છે છૂટા કરેલા તે બાબતે મહિલા અરજદારે ગુજરાત રાજ્યના આઈ.સી.ડી.એસ. વિભાગના તમામ જવાબદાર અધિકારીઓને સોગંદનામા પર જણાવ્યુ હતું કે જામકંડોરણા બાળવિકાસ યોજના અધિકારી કિન્નાખોરી પૂર્વક આંગણવાડી વર્કર માથી છૂટા કરેલા છેત્યારબાદ તા.૦૮/૦૮/૨૦૨૦ના રોજ મહિલા અરજદારે જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પ્રોગ્રામ ઓફિસર રાજકોટને જામકંડોરણા સી.ડી.પી.ઓ સોનલબેન વાળા વિરુધ્ધ પ્રોબેશનલ પિરિયડમાં સરકારના ધારા ધોરણો નિયમો નેવે મૂકીને મનસ્વી રીતે કામ કરતાં રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાનાં બાળવિકાસ યોજના અધિકારી સોનલબેન વાળાનું પોસ્ટિંગ સ્થગિત કરવાની ફરિયાદ કરેલ હતી તમામ ફરિયાદના અનુસંધાને તા.૧૦/૦૮/૨૦૨૦ ના રોજ મહિલા અરજદારનું વિભાગીય નાયબ નિયામક રાજકોટ ઝોન એ રૂબરૂ નિવેદન લીધેલ હતું નિવેદનમાં મહિલા અરજદારે તમામ સત્યહકીકત વર્ણન કરેલ હોવા છતાં કોઈ કાર્યવાહી નહીં. તા.૭/૦૮/૨૦૨૦ ના રોજ મહિલા અરજદારે ગુજરાત તકેદારી આયોગને પણ લેખિત ફરિયાદ કરેલ હતી તા.૩/૦૮/૨૦૨૦ ના રોજ મહિલા અરજદારે કેબિનેટ મંત્રી મહિલા અને બાળ વિકાસ, રાજ્ય કક્ષાના મંત્રી તથા જિલ્લા પ્રોગ્રામ ઓફિસરે મુખ્ય સચિવને લેખિત ફરિયાદ કરેલ હતી ફરિયાદમાં સોનલબેન વાળાનું પ્રોબેશનલ પોસ્ટિંગ સ્થગિત કરવાની માગણી કરેલ હતી.
ત્યારબાદ તા.૧૯/૦૬/૨૦૨૦ ના રોજ મહિલા અરજદારે તમામ જવાબદાર અધિકારીઓને લેખિત ફરિયાદ કરેલ હતી ફરિયાદમાં જણાવ્યુ હતું કે જામકંડોરણા સી.ડી.પી.ઓ હેડક્વાર્ટર્સ પર રહેતા નથી રાજકોટથી અપ-ડાઉન કરે છે રાજકોટ આશરે ૬૦ કિલો મીટર દૂર થાય છે મહિલા અરજદારે વિશેષમાં લેખિત ફરિયાદમાં જણાવ્યુ હતું કે સરકારશ્રી દ્વારા જે પોષણ અભિયાન અંતર્ગત કાર્યક્રમો જાહેર કરવામાં આવેલ ત્યારે કાર્યક્રમોના ખોટા બિલો વાઉચરો બનાવી સરકારી નાણાની ઉચાપત કરેલ છે તેની પણ તપાસની માગણી કરવામાં આવી હતી અને સરકારી કચેરી સરકારી સમયે બર્થડે પાર્ટીના તાયફાની પણ ફરિયાદ થયેલ છે તા.૦૮/૦૬/૨૦૨૦ ના રોજ મહિલા અરજદારે ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરીને લેખિતમાં જણાવેલ હતું જ્યારથી જામકંડોરણા સી.ડી.પી.ઓ સોનલબેન વાળાનું પ્રોબેશન અર્થે પોસ્ટિંગ થયું ત્યારથી નકારાત્મક અને ભ્રષ્ટ પ્રવૃતિને સમર્થન આપતી કામગીરી કરે છે મહિલા અરજદારનો ટેલિફોનિક સંપર્ક કરતાં જાણવા મળ્યું કે અમો મહિલા અરજદારે તા.૧૮/૦૨/૨૦૨૦ થી આજ સુધીમાં ઘણી બધી લેખિત ફરિયાદો ઘણા પુરાવાઓ સાથે રાજકોટ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર નિયામક આઈ.સી.ડી.એસ. વિભાગીય નાયબ નિયામક મંત્રીશ્રીઓ મુખ્યમંત્રીને ઘણી બધી લેખિત ફરિયાદો કરી હોવા છતાં ન્યાય મળેલ નથી કે આજ દિન સુધીમાં જામકંડોરણા સી.ડી.પી.ઓ સામે કાર્યવાહી કોઈ થયેલ નથી તો અંતે ન્યાય વિના બેસીને નિરાશા અનુભવી લે છે તો આ મહિલા અરજદાર ન્યાય માટે જાય તો કહા જાયે? વધુમાં જણાવ્યુ હતું કે હાલ તે ત્યક્તા તરીકે જીવન ગુજારે છે પણ સમય આવ્યે ન્યાય માટે જરૂર પડ્યે હાઇકોર્ટના દ્વાર ખખડાવીશ પણ ન્યાય લઈને ઝંપીશ.