Friday, 03 Jul, 8.49 pm Vatsalya News

હોમ
ખંભાળીયા નજીક ગેસ સિલિન્ડરના ટ્રકની ઠોકરે બાઇક ચાલક વિપ્ર યુવાનના મોતથી શોક.

ખંભાળિયા- દ્વારકા હાઈવે માર્ગ નજીક એક હોટલ પાસેથી પુર ઝડપે જઈ રહેલા એક ટ્રકની અડફેટે બાઈક ચાલક વિપ્ર યુવાનનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ નિપજ્યું હતું.

આ કરુણ બનાવની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના પીપળીયા ગામે રહેતા ભીખુભાઈ શામરાભાઈ અસ્વાર નામના 34 વર્ષના બ્રાહ્મણ યુવાન ગઈકાલે સાંજે ચારેક વાગ્યે તેમના જી. જે. 10 એ. કે. 2215 નંબરના મોટરસાયકલ પર આવી રહ્યા હતા, ત્યારે અત્રેથી આશરે બે કિલોમીટર દૂર દ્વારકા માર્ગ નજીક પાયલ હોટલ પાસેથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા સી. એન. જી. ગેસ સિલિન્ડરના ટ્રક નંબર જી. જે.2 ઝેડ. ઝેડ. 3105 ના ચાલકે ભીખુભાઈના બાઈકને અડફેટે લીધું હતું.

આ ગમખ્વાર અકસ્માતમાં બાઈકચાલક ભીખુભાઈનું ઘટનાસ્થળે લોહી લુહાણ હાલતમાં કરુણ મૃત્યુ નીપજયું હતું. આ બનાવ બનતા ગેસ સિલિન્ડર સાથેનો ટ્રક રોડની એકબાજુ ઉતરી ગયો હતો. અકસ્માત સર્જી ટ્રકચાલક ફરાર થઈ ગયાનું જાણવા મળેલ છે.મૃતક યુવાનને બે પુત્ર તથા એક પુત્રી હોવાનું પણ જાણવા મળેલ છે. આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ દીપકભાઈ શામરાભાઈ અસ્વારની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી, આગળની તપાસ અહીંના પી.એસ. આઈ. અનિરુદ્ધસિંહ ઝાલાએ હાથ ધરી છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Vatsalya News
Top