હોમ
મોરબી : જોધપર નદી ગામે થયેલ ખૂન અંગે તટસ્થ તપાસ કરવા કલેકટરને રજૂઆત

જોધપર ગામના તથા આજુબાજુ ગામના આગેવાનો દ્વારા મોરબી જિલ્લા કલેકટરને જોધપર નદી ગામે થયેલ ખૂન અંગે તટસ્થ તપાસ કરવા રજૂઆત કરતાં જણાવ્યુ છે કે, ગઈ તા. ૧/૧/૨૦૨૧ ના રોજ જોઘપર ગામે વિનોદરાય દેવાભાઈ સુરેલા રહે, જોઘપર નદી ગામ વાળા તા. ૩૧/૧ ૨૦૨૦ ના રોજ ભરત અજાભાઈ અજાણા રબારી પોતાની વાડીએ કામે લઈ ગયેલ હતા ત્યારબાદ મોડી રાત્રે આ વિનોદરાય ઉર્ફે વિનોદભાઈ દેવાભાઈ સુરેલા જોઘપર ગામેથી જોઘપર ગામના ડેમ તરફ ગયેલ તેવું જાણવા મળેલ કોઈ પણ અગમ્ય કારણોસર વિનોદભાઈ ને મચ્છુ (૨) ડેમ ઉપર મચ્છી મારીનો કોન્ટ્રાકટર ઈદ્રીશભાઈ જેડા તથા ઈસમાઈલભાઈ જેડા તથા તે ડેમ ઉપર દેખરેખ રાખનાર હસનભાઈ મોવર મિયાણા તથા તેના માણસો દ્વારા આ વિનોદભાઈને બેરહિમીથી છરીના ઘા મારી વિનોદભાઈ ના ઈન્દ્રીયના ભાગે તથા પાછળ થાપાના ભાગે પગ ઉપર જીવલેણ તીક્ષણ હથીયારો થી મારમારી તેમજ માથાના ભાગે લોખંડના પાઈપ ધ્વારા તેમજ શરીર ના ભાગે મુંઢ ઈજાઓ કરી તેનું ખૂન કરી નાખેલ છે. તથા આ હત્યા કર્યા પછી આ લોકોએ આ વિનોદભાઈ ને અમારા ગામની કેનાલ પાસે ફેકી દીધેલ.
આ વાતની જાણ તા. ૧/૧/ર૦૨૧ ના રોજ થતા વિનોદભાઈ ની પત્ની રંજનબેન વિનોદભાઈ તથા ભાનુબેન બાબુભાઈ દરજી તથા અમારા ગામના ભરતભાઈ અજાભાઈ અજાણા રબારી પ્રથમ સીવીલ હોસ્પીટલ મોરબી સારવારમાં લઈ ગયેલ ત્યારબાદ આયુષ હોસ્પીટલ મોરબી બતાવી તેમને ઈજા વધુ હોય તેથી રાજકોટ સીવીલ હોસ્પીટલ લઈ ગયેલ જયાં તેમના શરીર ઉપર છરીના ઘા સ્પષ્ટ જણાતા હતા. જયાં પેનલ ડોકટર દ્વારા તેમનું પી. એમ. કરવામાં આવેલ વિનોદભાઈ નું ખુન આ ડેમના કોન્ટ્રાકટર તથા તેના માણસો દ્વારા કરવામાં આવેલ છે.
આ લોકોએ વિનોદભાઈ નો મોબાઈલ પણ ભાંગી નાખેલ આ મરછુ (૨) ડેમ ઉપર આ ઉપરોકત દર્શાવેલ માણસો અવાર નવાર જોધપર ગામ તથા આજુબાજુના ગામ વાળા નવાગામ, અદેપર, પંચાસીયા, મકનસર, રફાળેશ્વર ના કોઈ માણસો મચ્છી લેવા આવે અથવા ડેમ પાસે આવે તો આ લોકો માર મારે છે. આ વિનોદભાઈ ને ૨૦-૨૫ દિવસ પહેલા ધાક ધમકી આપેલ હતી તેમજ આ લોકો ખુબ જ માથાભારે, બહોળા જુથ વાળા વગદાર અને પૈસાદાર માણસો છે આ લોકોનો ગુન્હાહીત ઈતીહાસ પણ છે તે લોકો એજ આ વિનોદભાઈ નું પૂર્વ આયોજીત કાવત્રુ રચી ખુન કરેલ છે તેવી અમોને પુરી શંકા છે પરંતુ આરોપીઓ પૈસાદાર, માથાભારે માણસો હોઈ તે લોકોથી ગામના બધા લોકો ડરે છે તેમના મોબાઈલ લોકેશન, તથા બનાવે સમયે તેની હાજરી અને ફલોરા હાઉસ પાસે જે સીસીટીવી કેમેરા છે તે ચેક કરી આ વિનોદભાઈ ના મોબાઈલ ઉપર થી લોકેશન જાણી આ કામના આરોપી ઓ સામે કાયદેસર કાર્યવાહી કરી ગુન્હો નોંધવા મોરબી જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.