તાલુકા ન્યુઝ
મોરબી પ્રાથમિક શિક્ષકોના વિવીધ પ્રશ્નોની શિક્ષમંત્રી અને રાજ્ય સંઘમાં રજુઆત કરતું શિક્ષક સંઘ

હાલમાં વિદ્યા સહાયકોને ફૂલ પગારમાં સમાવવાની અને ઉ.પ.ધો. ની કામગીરી ચાલુ છે પણ વિદ્યાસહાયકોને આપેલ એસ.પી.એલ.ની રિકવરી કે કપાત પગારનો મુદ્દો અડચણ રૂપ હોય તાત્કાલીક આ બાબતનો ઉકેલ, મોરબી જિલ્લાની રચના થઈ એને છ વર્ષનો સમય થઈ ગયો હોવા છતાં તમામ શિક્ષકોના જી.પી.એફ.એકાઉન્ટ નવરચિત મોરબી જિલ્લામાં ખુલ્યા નથી, વળી,અન્ય જિલ્લામાંથી બદલીને મોરબી જિલ્લામાં આવતા શિક્ષકોના જી.પી.એફ.એકાઉન્ટ આ જિલ્લામાં ખુલતા ન હોય, આ શિક્ષકોની કપાત થતી નથી,જેના કારણે ખુબજ વહીવટી તકલીફો પડતી હોય તેમજ શિક્ષકોની કપાત થતી ન હોય શિક્ષકોને આર્થિક નુકસાન વેઠવું પડતું હોયઆ પ્રશ્નના ઉકેલ માટેની રજુઆત, એલ.ટી.સી.રોકડ રૂપાંતરમાં મેડિકલ રજા ગણવી, શિક્ષકોનો બદલિકેમ્પ નિયમિત કરાવવા બાબત, હાલમાં જુદી જુદી બેંકો 10.5 % ના વ્યાજદરે લોન આપે છે, જ્યારે જિલ્લા પંચાયત દ્વારા અપાતી મકાનલોનનો વ્યાજ દર 12.5% જેટલો હોય આ વ્યાજ દરમાં ઘટાડો થાય એવી રજુઆત કરેલ છે, હાલમાં પ્રજ્ઞાચક્ષુ શિક્ષકોને સેટ અપમાં ગણવામાં આવે છે અને મોટાભાગની મોટી સંખ્યા ધરાવતી શાળાઓમાં જ પ્રજ્ઞાચક્સુ શિક્ષકોની નિમણુંક થતી હોય, શાળા વ્યવસ્થાપનમાં મુશ્કેલી પડતી હોય,પ્રજ્ઞાચક્ષુ શિક્ષકોને સેટ અપમાં ન ગણવાની રજુઆત
નવી વર્ધિત પેન્શન(NPS) માટે નીચે મુજબના પ્રશ્નનોનો ઉકેલ આવે એ અત્યંત જરૂરી છે હાલમાં જુદા જુદા કર્મચારી મંડળો દ્વારા નવી પેન્શન યોજના બંધ કરી જૂની પેન્શન યોજના ચાલુ કરવા માટે લડત ચલાવે છે પણ જ્યાં સુધી જૂની પેન્શન યોજનાની અમલવારી ન થાય ત્યાં સુધી નવી પેન્શન યોજનાનો યોગ્ય અમલ થાય એ અંગેની રજુઆત, મોંઘવારી સમય સર જાહેર થતી ન હોય અને પાછળથી એરિયસ બનતું હોય સરકાર તરફથી જમા થતો ફાળો ઓછો થાય છે પરીણામે લાંબા ગાળે વર્ધિત પેન્શન યોજનામાં ખુબજ નાણાંકીય નુકસાન જાય છે, કેન્દ્ર સરકાર દ્વારા વર્ધિત પેન્શન ધારકોને કર્મચારીના 10% ફાળા સામે 14 % ફાળો તા.1.4.19 થી જમા કરવાનો અમલ કરેલ છે પણ ગુજરાત સરકારશ્રીએ 14% ફાળો જમા કરવાની અમલવારી કરેલ નથી આ અંગનીરજુઆત, ઉપાડ અને વહેંચણી અધિકારી તરફથી વર્ધિત પેન્શન ધારકોને જમા થયેલ રકમની પહોંચ આપવાની હોય છે પણ વર્ષ - 2013 થી આવી પહોંચો,સ્લીપો આપેલ નથી જેથી શિક્ષકો થયેલ કપાત અને જમા થયેલ સરકારી ફાળો વગેરેનું મેળવણું કરી શકતા નથી માટે સમયસર દરેક કર્મચારીને DPFF ની સ્લીપો મળે એવી વ્યવસ્થા કરાવવાની રજુઆત
ઉપરોક્ત તમામ મુદ્દાઓનો યોગ્ય ઉકેલ આવે એવી મોરબી જિલ્લાના 3385 જેટલા શિક્ષકો વતી શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને રાજ્ય સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાને ઘનશ્યામભાઈ દેથરીયા પ્રમુખ દિનેશભાઈ હુંબલ મહામંત્રી મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે રજુઆત કરેલ છે
(અહેવાલ દેવ સનાળિયા ૭૨૬૫ ૯૯૯ ૭૭૭)