Tuesday, 05 Jan, 10.57 am Vatsalya News

હોમ
મોરબી : રાજપર ગામે જાહેરમાં જુગાર રમતાં પાંચ આરોપીઓ પકડાયા.

મોરબી તાલુકાના રાજપર ગામે તળાવની પાળ પાસે બાવળની કાંટમાં જાહેરમાં જુગાર રમતા પાંચ આરોપીઓને ગંજીપતા નંગ-૫૨ તથા રોકડા રૂ. ૫૦, ૨૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી મોરબી એલ.સી.બી.

પોલીસ અધિક્ષક એસ.આર.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીને જુગારની બદી સદંતર નાબુદ કરવા અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપતા પો.સ.ઇ. એન.બી.ડાભી તથા એલ.સી.બી. સ્ટાફના માણસો આ કામગીરી માટે પ્રયત્નશિલ હતા. દરમ્યાન એલ.સી.બી.ના પો.હેડ.કોન્સ. સંજયભાઇ મૈયડ તથા પો.કોન્સ. આશિફભાઇ ચાણક્યને મળેલ હકીકત આધારે મોરબી તાલુકાના રાજપર ગામે તળાવની પાળ પાસે બાવળની કાંટમાં જાહેરમાં ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમાડતા હોય જે રેઇડ દરમ્યાન આરોપીઓ જેમાં (૧) રશીદ જુમાભાઇ જંગરી ઉવ-૩૮ ધંધો-ડ્રાઇવીંગ રહે.જુના બસ સ્ટેશન ગેબનશાહ પીરની દરગાહની પાસે તા.જી.મોરબી, ( ૨) કિશન નારણભાઈ સરવૈયા ઉવ ૨૧ ધંધો-ડ્રાઇવીંગ રહે.જોન્શનનગર ધાર ઉપર રહેમતબેન મચ્છી વાળાની બાજુમાં તા.જી.મોરબી , ( 3) ઇકબાલ જમાલભાઇ રાઉમા ઉવ.૩૦ ધંધો-મજુરી રહે૫ ચાસર રોડ મદીના મજીદની પાસે તા.જી.મોરબી , ( ૪) નિઝામ સલીમભાઇ મોવર | મીયાણા ઉવ-૨૦ ધંધો-મજુરી રહે.પંચાસર રોડ મદીના મસ્જિદની પાસે તા.જી.મોરબી (૪) નિઝામ સલીમભાઈ મોવર ઉ.વ.૨૦ ધંધો-મજૂરી રહે.મોરબી ઇસ મસ્જિદ રોડ જુના બસ સ્ટેશન પાસે તા.જી.મોરબી. , (૫) મોસીન અબ્દુલભાઇ રાઠોડ ઉવ-૨૯ ધંધો મજુરી રહે.લાતી પ્લોટ શેરી નં-૫ સંજરી પાન વાળી શેરી ૪/૫ ના ખુણે તાજી.મોરબી, વાળાઓને રોકડ રૂપીયા ૫૦,૨૦૦/- ના મુદામાલ સાથે પાંચ આરોપીઓને પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા કલમ હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

વી.બી.જાડેજા પોલીસ ઇન્સ. તથા પો.સબ.ઇન્સ. એન.બી.ડાભી તથા એલ.સી.બી. મોરબીના એ.એસ.આઇ. રસીકભાઇ ચાવડા HC દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, સંજયભાઇ મૈયડ, PC આશિફભાઇ ચાણક્યાણક્ય, નિર્મળસિંહ જાડેજા વિગેરે જોડાયેલ હતા.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Vatsalya News
Top