Wednesday, 06 Jan, 3.45 pm Vatsalya News

હોમ
રીગાપાદર ગામે શિયાળાની ઠંડીની ઋતુમાં ઓઢવા માટે ગરમ ધાબળાનું વિતરણ

રીગાપાદર ગામે શિયાળાની ઠંડીની ઋતુમાં ઓઢવા માટે ગરમ ધાબળાનું વિતરણ

રિપોર્ટર : પરેશ બારીયા

નર્મદા જિલ્લામાં ડેડીયાપાડા તાલુકાના રીગાપાદર ગામમાં શિયાળાની ઋતુમાં પડી રહેલી કડકડતી ઠંડીમાં જરૂરિયાતમંદ લોકોને ઠંડીથી રક્ષણ મળે એ માટે ધાબળાઓનું વિતરણ કરવામાં આવ્યું છે

મળતી માહિતી મુજબ હાલ શિયાળાની ઋતુની ફુલ ગુલાબી કડકડતી ઠંડીએ ધીરે ધીરે જોર પકડયું છે ઠંડીનો વહેલી સવારે ચમકારો વધી રહ્યો ત્યારે જરૂરિયાતમંદ પરિવારનાં લોકોને જરૂરી ગરમ ધાબળાઓનું વિતરણ કરી ધાબળા આપવામાં આવતા લોકોના સ્મિત પર ખુશી જોવા મળી રહી છે શિયાળામા કડકડતી ઠંડીની ઋતુમાં જરૂરિયાતમંદોને ગરમ ધાબળા ઓઢવા માટે ગરમ ધાબળા ૯૦ જેટલા જરૂરિયાતમંદ પરિવારોના લોકોને માજી જિલ્લા પંચાયત પ્રમુખ શંકરભાઈ વસાવા અને કીશોરભાઈ પંચાલના હસ્તે ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યાં હતાં આ પ્રસંગે ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Vatsalya News
Top