Tuesday, 05 Jan, 3.02 pm Vatsalya News

હોમ
યુવક નેતૃત્વ અને વ્યક્તિત્વ વિકાસ તાલીમ શિબિર માટે વેબીનારનું આયોજન

યુવક નેતૃત્વ અને વ્યક્તિત્વ વિકાસ તાલીમ શિબિર માટે વેબીનારનું આયોજન

વેબીનારમાં જોડાવવા ઇચ્છુકોએ રજિસ્ટ્રેશન કરાવવું

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, મોરબી દ્વારા તા. ૦૧/૦૨/૨૦૨૧ થી તા.૦૬/૦૨/૨૦૨૧ દરમિયાન યુવક નેતૃત્વ અને વ્યક્તિત્વ વિકાસ તાલીમ શિબિર માટે વેબીનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ વેબીનારમાં જોડાવા ઇચ્છુક ૧૫ થી ૩૫ વર્ષના યુવક-યુવતીઓએ સાદા કાગળ પર પોતાનું નામ, સરનામું, જન્મતારીખ, ઉંમર, મોબાઈલ નંબર જેમાં વોટ્સએપ હોય, આધારકાર્ડ નંબર જેવી વિગત લખી તા.૧૩/૦૧/૨૦૨૧ સુધી કચેરીના -ઇમેઇલ એડ્રેસ dydomorbi36@gmail.com પર મેઇલ કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Vatsalya News
Top