Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
દાહોદ:સંસદમાં સંતોના છદ્મવેશમાં થયેલા કૃત્ય સામે દાહોદમાં ભારે રોષ,કલેક્ટરને અપાયું આવેદનપત્ર

દાહોદ:સંસદમાં સંતોના છદ્મવેશમાં થયેલા કૃત્ય સામે દાહોદમાં ભારે રોષ,કલેક્ટરને અપાયું આવેદનપત્ર

તા.૦૫.૦૮.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોશ

દાhod:દાહોદ:સંસદમાં સંતોના છદ્મવેશમાં થયેલા કૃત્ય સામે દાહોદમાં ભારે રોષ,કલેક્ટરને અપાયું આવેદનપત્ર

દાહોદ:સંસદ પરિસરમાં સંતનો છદ્મવેશ ધારણ કરીને કરવામાં આવેલા એક કૃત્યના વિરોધમાં આજે દાહોદના હિંદુ સમાજ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ ઘટના સંદર્ભે જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે દાહો દ જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, સંસદ પરિસરમાં સનાતન સંસ્કૃતિ અને સાધુ-સંત સમાજની છબીને દૂષિત કરવાના હેતુથી આ કૃત્ય કરવામાં આવ્યું છે, જેને પગલે સમગ્ર હિંદુ સમાજમાં ભારે રોષ વ્યાપી ગયો છે.

વધુમાં જણાવાયું છે કે, અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ મંદિરની ઘટના અંગે સર્વોચ્ચ ન્યાયાલયની દેખરેખ હેઠળ હાલ એસ.આઈ.ટી. (SIT) તપાસ ચાલી રહી છે. તેવા સમયે સંસદમાં થયેલું આ નાટક ચાલુ તપાસને પ્રભાવિત કરવા અને શ્રદ્ધાળુઓમાં અવિશ્વાસ પેદા કરવાનો એક સુનિયોજિત પ્રયાસ છે.આ વિરોધ પ્રદર્શનમાં સ્થાનિક સંત સમાજ, હિન્દુ સમાજ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળના અગ્રણીઓ તથા હોદ્દેદારો મોટી સંખ્યામાં દાહોદ જિલ્લા કલેકટર કચેરી ખાતે ઉપસ્થિત રહ્યા હતા. તમામ કાર્યકરોએ એકસૂરે સૂત્રોચ્ચાર કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું અને આ કૃત્ય પાછળના તમામ જવાબદારો સામે તાત્કાલિક ધોરણે કડક પગલાં ભરવાની માંગ કરી હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vatsalyam Samachar