Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ડાંગ:સાપુતારા પોલીસ મથકનો પ્રોહિબિશન કેસમાં ૧ વર્ષથી ફરાર આરોપીને ડાંગ LCB પોલીસની ટીમે નાસિકથી ઝડપી પાડ્યો

ડાંગ:સાપુતારા પોલીસ મથકનો પ્રોહિબિશન કેસમાં ૧ વર્ષથી ફરાર આરોપીને ડાંગ LCB પોલીસની ટીમે નાસિકથી ઝડપી પાડ્યો

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ડાંગ LCB પોલીસને મળી મોટી સફળતા..સાપુતારા 05-08-2026 દક્ષિણ ગુજરાતમાં નાસતા-ફરતા ગુનેગારોને ઝડપી પાડવા માટે શરૂ કરાયેલા 'નો વોન્ટેડ ઇન સાઉથ ગુજરાત' (No Wanted in South Gujarat) અભિયાન અંતર્ગત ડાંગ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા સાંપડી છે.સાપુતારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગંભીર ગુનામાં છેલ્લા એક વર્ષથી પોલીસને ચકમો આપી નાસતો-ફરતો મુખ્ય આરોપી મહારાષ્ટ્રના નાસિક શહેર ખાતેથી પકડાઈ ગયો છે.ડાંગ-આહવા જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવના સીધા માર્ગદર્શન હેઠળ LCB પી.એસ.આઈ.

જે.જી. અનડકટ અને તેમની ટીમે એક ખાસ ઍક્શન પ્લાન ઘડી કાઢ્યો હતો. એલ.સી.બી. ટીમને હ્યુમન સોસ અને ટેકનિકલ માધ્યમોથી ચોક્કસ બાતમી મળી હતી કે સાપુતારા પોલીસ મથકેપ્રોહિબિશન કેસમાં દારૂનો જથ્થો ભરાવી આપનાર વોન્ટેડ આરોપી શુભમ દીવાનજી પાટીલ હાલ મહારાષ્ટ્રના નાસિક ખાતે છુપાયેલો છે.બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમ તાત્કાલિક નાસિક રવાના થઈ હતી, જ્યાં સ્થાનિક વિસ્તારમાં રેકી અને સઘન તપાસ બાદ આરોપી શુભમ દીવાનજી પાટીલ (ઉં.વ.

૨૫, રહે. પ્રસાદ નગર, ડીંડોરી રોડ, નાસિક, મહારાષ્ટ્ર) ને સફળતાપૂર્વક ઝડપી લેવામાં આવ્યો હતો. ઝડપાયેલા આરોપીને આગળની કાનૂની કાર્યવાહી માટે સાપુતારા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.ઉલ્લેખનિય છે કે,સાપુતારા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ કુલ ૦૪ આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો.આ કેસમાં અગાઉ રેડ દરમિયાન બે આરોપીઓ અશોક લેલેન્ડ ગાડીમાં બોગસ/ખોટી નંબર પ્લેટ લગાડીને વિદેશી દારૂની હેરફેરી કરતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે તે સમયે રૂ.

૪,૮૭,૭૦૫/- ની કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ૧,૭૮૮ બોટલો તથા વાહન મળી કુલ રૂ. ૭,૯૬,૩૦૫/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.આ રેડ દરમિયાન ખુલાસો થયો હતો કે વિદેશી દારૂનો આ જથ્થો નાસિકના શુભમ પાટીલે ભરાવી આપ્યો હતો, જે ત્યારથી જ ફરાર હતો. ત્યારે હાલ પોલીસેઆરોપી શુભમ દીવાનજી પાટીલ (ઉં.વ. ૨૫, રહે. પ્રસાદ નગર, ડીંડોરી રોડ, નાસિક, મહારાષ્ટ્ર) ને સફળતાપૂર્વક ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vatsalyam Samachar