Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ અને સ્થાનિક નેતાઓ કાલોલ મામલતદાર કચેરીએ પહોંચ્યા: કામગીરી અંગે આપ્યું માર્ગદર્શન.

ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ અને સ્થાનિક નેતાઓ કાલોલ મામલતદાર કચેરીએ પહોંચ્યા: કામગીરી અંગે આપ્યું માર્ગદર્શન.

તારીખ ૦૫/૦૮/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ

જરોજ કાલોલ તાલુકામાં સરકારી કામગીરીને વધુ ઝડપી અને લોકાભિમુખ બનાવવાના હેતુથી એક મહત્ત્વપૂર્ણ બેઠક અને કચેરી નિરીક્ષણનો કાર્યક્રમ યોજાયો હતો. કાલોલ તાલુકાના લોકપ્રિય ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, મંડળ પ્રમુખ મહિદીપસિહ ગોહિલ તથા તાલુકાના અન્ય હોદ્દેદારો અને નેતાઓ સાથે કાલોલ મામલતદાર કચેરીની અચાનક મુલાકાત લીધી હતી.

મુલાકાત દરમિયાન ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ અને નેતાઓએ મામલતદાર કચેરીના તમામ વિભાગો અને ચેમ્બરોમાં રૂબરૂ જઈને સરકારી કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. તેમણે જનસેવા કેન્દ્ર, મહેસૂલી વિભાગ, પુરવઠા વિભાગ સહિત વિવિધ ટેબલો પર ચાલતી કામગીરીની સમીક્ષા કરી હતી.ધારાસભ્ય તથા તાલુકા નેતાઓએ કચેરીના દરેક વિભાગની ચેમ્બરમાં જઈ રૂબરૂ સ્થિતિ જાણી.પ્રજાને પડતી મુશ્કેલીઓનો સત્વરે ઉકેલ લાવવા માટે તાકીદ કરવામાં આવી હતી જ્યાં ચેમ્બરોની મુલાકાત દરમિયાન ધારાસભ્યશ્રીએ કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો. તેમણે ઉપસ્થિત સ્ટાફને જરૂરી માર્ગદર્શન પૂરું પાડતાં જણાવ્યું હતું કે:કચેરીએ આવતા સામાન્ય નાગરિકો અને ગ્રામજનોને પોતાના કામ માટે અનાવશ્યક ધક્કા ન ખાવા પડે તે માટે કામગીરી સમયસર પૂર્ણ કરવી. તમામ અરજીઓનો સકારાત્મક અને પારદર્શી રીતે સત્વરે નિકાલ લાવવો. સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે સુચારૂ આયોજન કરવું.આ મુલાકાત સમયે તાલુકાના અન્ય આગેવાનો, સંગઠનના હોદ્દેદારો તેમજ મામલતદાર કચેરીનો સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહ્યો હતો. ધારાસભ્ય અને તાલુકાના નેતાઓની આ સક્રિય મુલાકાતથી તાલુકાના નાગરિકોમાં સરકારી કામગીરી વધુ ઝડપી બનશે તેવી આશા જાગી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vatsalyam Samachar