Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
દિયોદર ફિલ્ડ મીડિયા ટીમની નવી રચના, નવા પ્રમુખની ટૂંક સમયમાં નિમણૂક

દિયોદર ફિલ્ડ મીડિયા ટીમની નવી રચના, નવા પ્રમુખની ટૂંક સમયમાં નિમણૂક

દિયોદર ફિલ્ડ મીડિયા ટીમની નવી રચના, નવા પ્રમુખની ટૂંક સમયમાં નિમણૂક

અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર

વાવ-થરાદ જિલ્લાના દિયોદરમાં પત્રકારોના હિત અને લોકપ્રશ્નોને વધુ અસરકારક રીતે વાંચા આપવા માટે 'દિયોદર ફિલ્ડ મીડિયા' ટીમની નવી રચના ટૂંક સમયમાં કરવામાં આવનાર છે. આ નવી રચનાની જાહેરાતથી પત્રકાર આલમમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

વરિષ્ઠ પત્રકાર શ્રી નટુભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, દિયોદર સહિત સમગ્ર વાવ-થરાદ જિલ્લામાં સત્યના સાથ સાથે નિડરતાપૂર્વક પત્રકારત્વની ફરજ બજાવતા યુવા પત્રકારોને એક મંચ પર લાવવાના હેતુથી આ નવી ટીમની રચના કરવામાં આવી રહી છે.

નવા રચાનારા 'દિયોદર ફિલ્ડ મીડિયા ગ્રુપ'માં દિયોદર ના નિડર અને જવાબદાર યુવા પત્રકારોનો સમાવેશ કરવામાં આવશે. આ ગ્રુપ દ્વારા વિસ્તારના લોકોના પ્રશ્નો, સમસ્યાઓ અને વિકાસના મુદ્દાઓને સરકાર અને વહીવટી તંત્ર સુધી પહોંચાડવામાં વધુ મજબૂતાઈથી કામ કરવામાં આવશે.

ટૂંક સમયમાં દિયોદર ખાતે ફિલ્ડ મીડિયાના તમામ સભ્યોની એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવશે. આ બેઠકમાં નવી ટીમના *નવ નિયુક્ત પ્રમુખની*

સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

નટુભાઈ ચૌહાણે વધુમાં જણાવ્યું કે, આ નવી રચના દ્વારા દિયોદર અને આસપાસના વિસ્તારમાં પત્રકારત્વને વધુ વ્યવસ્થિત અને મજબૂત બનાવવાનો પ્રયાસ રહેશે. સમાજના અવાજને પ્રામાણિકતાથી રજૂ કરવો એ જ આ ગ્રુપનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

નવી રચના અંગેની વધુ માહિતી ટૂંક સમયમાં આપવામાં આવશે

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vatsalyam Samachar