Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
દિયોદર સણાદર દૂધ ડેરી બહાર કામદારો નો દેખાવો પગાર વધારવાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા

દિયોદર સણાદર દૂધ ડેરી બહાર કામદારો નો દેખાવો પગાર વધારવાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા

પ્રતિનિધિ : કલ્પેશ બારોટ દિયોદર

•કોન્ટ્રાક્ટર ને રજૂઆત કરી હોવા છતાં કોઈ નિવારણ નહીં આવતા હડતાળ પર ઉતર્યા

•મોંઘવારી વચ્ચે દૈનિક ભથ્થું પૂરું પડતું નથી : કામદારો

દિયોદર તાલુકાના સણાદર દૂધ ડેરીના લેબરોએ પગાર વધારવાની માંગ ને લઈ ડેરીના કોન્ટ્રાકટર સામે મોરચો માંડ્યો છે મંગળવારે ડેરી બહાર લેબરોએ રામધુન બોલાવી ઓછા પગારે શોષણ બંધ કરી પગાર વધારવાની માંગ કરી છે જેમાં મોટાભાગના લેબરો જોડાયા હતા

દિયોદર તાલુકાના સણાદર સ્થિત દૂધ ડેરીમાં છેલ્લા ચાર વર્ષ થી લેબર તરીકે ફરજ બજાવતા યુવકો પગાર વધારવાની માંગ કરી સોમવાર થી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી લડત ચાલુ રાખવાની માંગ કરી લેબરો હડતાળ પર ઉતરી ગયા હતા બીજા દિવસે મંગળવારે મોટાભાગના લેબરો દૂધ ડેરી આગળ એકઠા થયા હતા અને ડેરીના કોન્ટ્રાકટર સામે મોરચો માંડ્યો હતો લેબરોએ દૂધ ડેરી બહાર નારા લગાવી રામધુન બોલાવી હતી લેબરો મંજૂર નું કહેવું છે કે વર્તમાન સમય મોંઘવારી ખુબ વધી છે આઠ કલાક ની નોકરીમાં ૩૮૮ દૈનિક ભથ્થું મળે છે જેમાં સામે ખર્ચ વધુ છે સમયસર પગાર પણ મળતો નથી કોન્ટ્રાકટર દ્વારા લેબરો નું શોષણ કરવામાં આવે છે પગાર વધારવાની અનેક વખત રજૂઆત કરી છે પણ કોઈ સાંભળતું નથી જ્યાં સુધી પગાર વધારવામાં નહીં ' આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રહે છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vatsalyam Samachar