Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
HALVAD:હળવદ પંથકમાં ચકચાર: વાડીમાં ખેતીકામ કરતી ૨૨ વર્ષીય યુવતીની છેડતી, પોલીસ ફરિયાદ નોંધાઈ

HALVAD:હળવદ પંથકમાં ચકચાર: વાડીમાં ખેતીકામ કરતી ૨૨ વર્ષીય યુવતીની છેડતી, પોલીસ ફરિયાદ નોંધાઈ

ળવદ પંથકના ગ્રામ્ય વિસ્તારમાંથી મહિલા સુરક્ષા સામે સવાલ ઉઠાવતો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક વાડી વિસ્તારમાં ખેતીકામ કરી રહેલી ૨૨ વર્ષીય યુવતીની છેડતી થઈ હોવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે ભોગ બનનાર યુવતીએ હળવદ પોલીસ મથકમાં નરાધમ સામે ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ, હળવદ પંથકના એક ગામમાં રહેતી ૨૨ વર્ષની યુવતી પોતાની વાડીમાં ખેતીકામ કરી રહી હતી.

આ દરમિયાન ગામનો જ એક શખ્સ ત્યાં આવી પહોંચ્યો હતો. આરોપીએ પહેલા તો યુવતી સામે અશોભનીય ઇશારાઓ કર્યા હતા અને ત્યારબાદ તે યુવતીના કબજા વાળી વાડીમાં ઘૂસી ગયો હતો. વાડીમાં પ્રવેશ કરીને આરોપીએ યુવતીની છેડતી કરી હતી.

આ અણધાર્યા બનાવથી ગભરાઈ ગયેલી યુવતીએ હિંમત ન હારી અને પરિવારના સહકારથી હળવદ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભોગ બનનાર યુવતીની ફરિયાદના આધારે કાયદેસરનો ગુનો નોંધીને આરોપીને ઝડપી પાડવા માટે આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vatsalyam Samachar