વાત્સલ્યમ્ સમાચાર

5.3k Followers

કર્મચારીઓ તથા શિક્ષકોના વ્યાપક હિતમાં રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા લડત કાર્યક્રમ જાહેર

25 Aug 2022.3:29 PM

ર્મચારીઓ તથા શિક્ષકોના વ્યાપક હિતમાં રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા લડત કાર્યક્રમ જાહેર

**જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા અન્ય પડતર માંગ. તેમ જ સમગ્ર ગુજરાતના શિક્ષક કર્મચારી તથા સંગઠન એકતાને ધ્યાને રાખી* *રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને રાષ્ટ્રીય સંયુક્ત મોરચો ગુજરાતમાં ત્રીજા તબક્કાનું આંદોલન કરશે *

*

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાત પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચો લાંબા સમયથી જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા નગર તથા મહાનગરપાલિકાના શિક્ષકો માટે 4200 ગ્રેડ-પે .પ્રાથમિક શિક્ષકોના બદલી કેમ્પ. ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોના સરકાર દ્વારા જાહેર કરાયેલ પ્રશ્નોના ઉકેલનો સત્વરે ઠરાવ તથા પરિપત્ર. માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓને બદલીનો લાભ આપવા વિનિમયમાં સુધારો. સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા તેમજ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના શિક્ષકોની પાંચ વર્ષની ફિક્સ પગાર ની નોકરી સળંગ ગણવા ઠરાવ .કેન્દ્રના ધોરણે સાતમા પગાર પંચના ધરભાડા તથા અન્ય ભથ્થા. શિક્ષકો પાસેથી કરાવવામાં આવતી બિન શૈક્ષણિક કામગીરી એકમ કસોટી તેમજ અન્ય પડતર પ્રશ્નો ઉકેલવા અંગે આંદોલન ચલાવી રહ્યું છે.જે સંદર્ભે સમગ્ર ગુજરાત રાજ્યમાં આ અગાઉ બે તબક્કામાં આંદોલનાત્મક કાર્ય થઈ ચૂક્યા છે. વિશાળ સંખ્યામાં શિક્ષક કર્મચારીઓની હાજરીમાં યોજાયેલ આંદોલનાત્મક કાર્યક્રમને સંપૂર્ણ સફળતા મળી છે. પ્રથમ તબક્કામાં તારીખ 8 એપ્રિલ 2022 ના રોજ પંચાવન હજારથી વધુ શિક્ષક કર્મચારીઓની હાજરીમાં ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં રેલી ધારણા તથા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. બીજા તબક્કામાં 6 મે 2022 ના રોજ યોજાયેલ રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે સમગ્ર રાજ્યના 50,000 થી વધુ શિક્ષક કર્મચારીઓએ સક્રિયતાથી જોડાઈ એક દિવસના ધરણા કાર્યક્રમને અભુતપૂર્વ સફળતા અપાવી. ત્યારબાદ વખતો વખતે માનનીય મુખ્યમંત્રી શ્રી સમક્ષ આ પ્રશ્નોને સત્વરે ઉકેલવા રૂબરૂ તથા પત્ર લખી માંગ કરવામાં આવી હતી. તારીખ 22 ઓગસ્ટ 2022 ના રોજ માનનીય મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળી સમસ્યા ઉકેલ માટે આવેદન આપેલ જે અંગે આજ દિન સુધી કોઈ પ્રતિસાદ સાંપડ્યો નથી .જેના કારણે સમગ્ર શિક્ષક કર્મચારી આલમનો વ્યાપક રોષ અન્યાય તથા અસંતોષની લાગણી છે .રાષ્ટ્રીય સંયુક્ત મોરચા ગુજરાત સાથે જોડાયેલ વિવિધ સંગઠનોની માંગ તથા તારીખ 3- 7 -2022 ની સંયુક્ત રાજ્ય કારોબારીની બેઠકમાં લેવાયેલ નિર્ણય અનુસાર આજે પવિત્ર શિક્ષક સ્વાભિમાન દિવસે રાષ્ટ્રીય સંયુક્ત મોરચા ગુજરાતના અધ્યક્ષ ભીખાભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં લેવાયેલ નિર્ણય અનુસાર રાષ્ટ્રીય સંયુક્ત મોરચા ગુજરાત સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાતના પ્રાથમિક શૈક્ષિક મહાસંધ, ગ્રાન્ટેડ પ્રાથમિક શૈક્ષિક મહાસંધ સરકારી માધ્યમિક મહાસંધ, સરકારી ઉચ્ચતર માધ્યમિક શૈક્ષિક મહાસંધ, સરકારી આચાર્ય શૈક્ષિક મહાસંધ માધ્યમિક શૈક્ષિક મહાસંધ, ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શૈક્ષિક મહાસંધ, ગ્રાન્ટેડ આચાર્ય શૈક્ષિક મહાસંધ, અખીલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ સલગ્ન ઉચ્ચ શિક્ષણ સંવર્ગ શૈક્ષિક મહાસંધ. ભારતીય મજદૂર સંઘ ગુજરાત રાજ્ય સીનીયર સીટીઝન એન્ડ પેન્શનર્સ એસોસિએશન, ભારતીય મજદૂર સંધ, તથા સમર્થન આપેલ તમામ સંગઠન આગામી દિવસમાં સમગ્ર ગુજરાતમાં ત્રીજા તબક્કાના નીચે દર્શાવ્યા અનુસાર આંદોલન કાર્યક્રમ કરશે

*આંદોલનાત્મક કાર્યક્રમ*

1. *તારીખ 3 -9 - 2022*
રાજ્યના તમામ જિલ્લા મહાનગર કક્ષાએ રેલી તથા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવું

2. *તારીખ 11/ 9 /2022*

સંભાગ કક્ષાએ રેલી તથા રેલી સ્થળના જિલ્લા કલેકટર શ્રી ને આવેદનપત્ર આપવું

3 *તારીખ 17 /9/ 2022*

રાજ્યના તમામ શિક્ષક કર્મચારીઓની માસ સી એલ (જિલ્લા કક્ષાએ રચનાત્મક કાર્યક્રમ ,સેવા વસ્તીમાં શિક્ષણ, શેરી શિક્ષણ, શાળા બંધ પણ શિક્ષણ કાર્યરત)

4 *તારીખ 22 /9/ 2022*

રાજ્યના તમામ શિક્ષક કર્મચારીઓ દ્વારા પેન ડાઉન

5 *તારીખ 30 /9/ 2022*

સમગ્ર રાજ્યમાં અચોક્કસ મુદતની હડતાલ

રાષ્ટ્રીય સંયુક્ત મોરચો તથા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ સાથે જોડાયેલ તમામ સંગઠનો આક્રમક આંદોલન કરશે

Post Views:35

ગુજરાત અને દેશ-વિદેશ ના નાના-મોટા સમાચારો વાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....
Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Vatsalyam Samachar

#Hashtags