Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
માઢી ગામ હરિયાળું બનવા તરફ એક કદમ : 400 વૃક્ષોના વાવેતર સાથે પર્યાવરણ જાગૃતિનો સંદેશ

માઢી ગામ હરિયાળું બનવા તરફ એક કદમ : 400 વૃક્ષોના વાવેતર સાથે પર્યાવરણ જાગૃતિનો સંદેશ

માઢી ગામ હરિયાળું બનવા તરફ એક કદમ : 400 વૃક્ષોના વાવેતર સાથે પર્યાવરણ જાગૃતિનો સંદેશ વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના માઢી ગામમાં પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભવિષ્યના નિર્માણ માટે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના વિવિધ વિસ્તારોમાં કુલ 400 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

વૃક્ષારોપણ અભિયાનને સફળ બનાવવા માટે માઢી વૃક્ષારોપણ સમિતિ, રાજુભાઈ પટેલ, પરેશભાઈ, નટુભાઈ, સરપંચ પોપટભાઈ, ઈશ્વરભાઈ સહિત ગામના યુવાનો અને વિવિધ સામાજિક મંડળોના કાર્યકરો ઉત્સાહભેર જોડાયા હતા. ઉપસ્થિત સૌએ વૃક્ષોનું વાવેતર કરી તેની જાળવણી કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું કે પર્યાવરણનું સંતુલન જાળવવા અને આગામી પેઢીને સ્વચ્છ વાતાવરણ આપવા વૃક્ષારોપણ અત્યંત જરૂરી છે. ગામમાં હરિયાળી વધે અને લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
ગામજનોના સહયોગ અને ઉત્સાહપૂર્ણ ભાગીદારીથી સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vatsalyam Samachar