Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
મહિલા સ્વાવલંબન દિન નિમિતે જૂનાગઢમાં મહિલાઓ માટે વિશેષ ભરતી મેળો યોજાયો : ૩૫૦ થી વધુ ઉમેદવારો હાજર, ૧૧૨ની પ્રાથમિક પસંદગી

મહિલા સ્વાવલંબન દિન નિમિતે જૂનાગઢમાં મહિલાઓ માટે વિશેષ ભરતી મેળો યોજાયો : ૩૫૦ થી વધુ ઉમેદવારો હાજર, ૧૧૨ની પ્રાથમિક પસંદગી

જૂનાગઢ જિલ્લા મહિલા બાળ વિકાસ વિભાગ કચેરી અને જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે બહાઉદિન વિજ્ઞાન કોલેજ કેમ્પસ ખાતે નોકરીદાતાઓ તથા રોજગારવાચ્છું વચ્ચે સેતુરૂપ બનવાના આશ્રયથી ખાસ મહિલાઓ માટે ઔદ્યોગિક ભરતીમેળાનું તેમજ સ્વરોજગાર શિબિરનુ આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લાના ૧૫૦૦થી વધુ મહિલા ઉમેદવારોને ઈ-મેઇલ અને સોશિયલ મિડિયાના જુદા-જુદા માધ્યમથી ઈન્ટરવ્યું પ્રક્રિયા માટે બોલાવવામાં આવ્યા હતા.

જેમાંથી કુલ ૩૫૦ થી વધુ ઉમેદવારો હાજર રહયા હતા. આ ભરતીમેળામાં ઉપસ્થિત તમામ નોકરીદાતાશ્રીઓ સમન્વય મલ્ટિસ્પેસીયાલીટી હોસ્પિટલ, આયુષ હોસ્પિટલ, ભગવતિ ઓટૉલિંક પ્રા.લી., ઇન્ડસઇન્ડ નિપ્પોન લાઇફ ઇન્શ્યુરંશ કંપની, એચ.ડિ.એફ.સી. લાઇફ ઇન્શ્યુરંશ કંપની તથા ભારતિય જીવન વિમા નિગમ જૂનાગઢ ઉક્ત તમામ નોકરીદાતા દ્વારા ખાલી રહેલ જગ્યા તેમજ મહેનતાણુ અન્ય લાભો અને સુવિધાઓથી ઉમેદવારોને માહિતગાર કર્યા હતા. આ કુલ છ નોકરીદાતાઓ દ્વારા ઉમેદવારો માટે ઈન્ટરવ્યું પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં હાજર રહેલ પૈકી ૧૧૨ જેટલા ઉમેદવારોના શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અનુભવ તથા આવડતના આધારે રોજગાર વાંચ્છુંઓની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. તદ ઉપરાંત ઉપસ્થિત વિવિધ કચેરીના પ્રતિનિધીશ્રીઓ દ્વારા તેમની કચેરી ખાતે સ્વરોજગારી, લોન, કે તાલિમ, કે અન્ય સ્વવલંબી બનવા માટે સેવાઓ આપવામા આવે છે તેનાથી માહિતગાર કરેલ હ્તા તથા રોજગાર કચેરીના અધિકારી/કર્મચારીશ્રી દ્વારા રોજગાર કચેરીની વિવિધ સેવાઓ, જેમા મુખ્ય એમ્પ્લોયમેંટ કાર્ડ રજીસ્ટ્રેશન, નિવાસી તાલીમ યોજના, આગામી માસમાં યોજાનાર ભરતીમેળા, પી.એમ.ઇન્ટર્નશીપ યોજના, તેમજ પ્રધાનમંત્રી વિકસીત ભારત રોજગાર યોજનાથી ઉમેદવારો તેમજ નોકરીદાતાશ્રીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ ઉપસ્થિત રોજગારવાંચ્છુ ઉમેદવારોને મોટીવેશન આપી કારકિર્દી માર્ગદર્શન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા - કેશોદ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vatsalyam Samachar