Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
મોડાસામાં ધોધમાર વરસાદથી મડાસણા ગામે ખેતરો જળબંબાકાર, ખેડૂતોમાં પાકને નુકસાનની ભીતિ

મોડાસામાં ધોધમાર વરસાદથી મડાસણા ગામે ખેતરો જળબંબાકાર, ખેડૂતોમાં પાકને નુકસાનની ભીતિ

અરવલ્લી

અહેવાલ - હિતેન્દ્ર પટેલ

મોડાસામાં ધોધમાર વરસાદથી મડાસણા ગામે ખેતરો જળબંબાકાર, ખેડૂતોમાં પાકને નુકસાનની ભીતિ

મોડાસા, અરવલ્લી: અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં માત્ર ગણતરીના કલાકોમાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબકતાં સમગ્ર વિસ્તાર પાણી-પાણી થઈ ગયો છે. ભારે વરસાદના કારણે માર્ગોની સાથે સાથે ખેતીની જમીનો પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે.

ખાસ કરીને મોડાસા તાલુકાના મડાસણા ગામે ખેતરો તળાવમાં ફેરવાઈ જતાં ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી છે

મડાસણા ગામમાંથી સામે આવેલા દ્રશ્યોમાં જ્યાં નજર પડે ત્યાં સુધી સીમના સીમ વરસાદી પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે. ખેતરોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જતાં અનેક જગ્યાએ તળાવ જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે.

ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ ખરીદી મગફળી, સોયાબીન સહિતના ખરીફ પાકનું વાવેતર કર્યું હતું. પરંતુ અનરાધાર વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતાં ઉભા પાકને નુકસાન થવાની ભીતિ ઉભી થઈ છે. જો આગામી દિવસોમાં પાણીનો નિકાલ નહીં થાય તો પાક સડી જવાની અને ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.

સ્થાનિક ગ્રામજનો અને ગામના અગ્રણી ગોપાલસિંહ રાઠોડે પણ ભારે વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. હાલ ખેડૂતોની નજર વરસાદી પાણી ઝડપથી ઓસરવા પર ટકેલી છે જેથી ઉભા પાકને વધુ નુકસાનથી બચાવી શકાય.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vatsalyam Samachar