Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
MORBI:મોરબી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: વાતાવરણમાં પ્રસરી ઠંડક, હળવદમાં ૪૬ મીમી સાથે મોખરે

MORBI:મોરબી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: વાતાવરણમાં પ્રસરી ઠંડક, હળવદમાં ૪૬ મીમી સાથે મોખરે

મોરબી:લાંબા સમયથી અસહ્ય ગરમી અને ઉકળાટથી પરેશાન મોરબીવાસીઓ માટે આખરે રાહતના સમાચાર આવ્યા છે. જિલ્લામાં લાંબી પ્રતીક્ષા બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. રવિવારે મોડી રાત્રે ભારે પવન, ગાજવીજ અને વીજળીના કડાકા સાથે શરૂ થયેલા વરસાદને કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે.

છેલ્લા ત્રણ-ચાર દિવસથી લોકો અસહ્ય બફારાનો સામનો કરી રહ્યા હતા, ત્યારે મોડી રાત્રે વાતાવરણમાં આવેલા પલટાથી લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે.

મોરબી શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. વરસાદના આ આગમનથી ડેમો અને જળાશયોમાં નવા નીરની આવક થવાની આશા જાગી છે, જેને પગલે સ્થાનિક ખેડૂતો અને નાગરિકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

મોરબી જિલ્લા કંટ્રોલ રૂમ દ્વારા તારીખ ૦૬/૦૭/૨૦૨૬ ના રોજ સવારના જાહેર કરાયેલા સત્તાવાર અહેવાલ મુજબ, સમગ્ર જિલ્લામાં સરેરાશ ૩૬.૨ મીમી વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ હળવદ તાલુકામાં આશરે ૨ ઇંચ જેટલો ખાબક્યો છે.

તાલુકાવાર વરસાદની વિગત (મીમીમાં): હળવદ૪૬ મીમીઆશરે ૨ ઇંચ - મોરબી૪૦ મીમીઆશરે ૧.૫ ઇંચ - વાંકાનેર૩૪ મીમીઆશરે ૧.૫ ઇંચ - ટંકારા૨૭ મીમીઆશરે ૧ ઇંચ - માળિયા૧૪ મીમીઆશરે અડધો ઇંચ

ખેડૂતોમાં આનંદની હેલી: છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ખેંચાવાને કારણે વાવણી લાયક પાકને લઈને ચિંતાતુર બનેલા ખેડૂતો માટે આ વરસાદ અમૃત સમાન સાબિત થયો છે. મેઘમહેર થતાં જ જગતનો તાત ખુશખુશાલ જોવા મળી રહ્યો છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vatsalyam Samachar