Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
MORBI:મોરબી પ્રોહિબિશનના ગુનામાં ૧ વર્ષથી ફરાર આરોપી થાનગઢથી ઝડપાયો

MORBI:મોરબી પ્રોહિબિશનના ગુનામાં ૧ વર્ષથી ફરાર આરોપી થાનગઢથી ઝડપાયો

MORBI:મોરબી પ્રોહિબિશનના ગુનામાં ૧ વર્ષથી ફરાર આરોપી થાનગઢથી ઝડપાયો

મોરબી જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સરહદી રેન્જ (ભુજ)ના પોલીસ મહાનિરીક્ષક તથા મોરબી પોલીસ અધિક્ષક દ્વારા આપવામાં આવેલી ખાસ સૂચનાના આધારે મોરબી Special Operations Group (SOG) ટીમે સફળ કામગીરી કરી છે. SOG પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ ટીમે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના દારૂબંધી (પ્રોહિબિશન)ના એક ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો છે.

SOG સ્ટાફના માણસોને ચોક્કસ અને ખાનગી બાતમી મળી હતી કે, મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી શામજી ઉર્ફે વિજયભાઈ સુખાભાઈ સારલા (ઉંમર વર્ષ ૨૬, રહે. નળખંભા, તા. થાન, જિ. સુરેન્દ્રનગર) હાલ થાનગઢ વિસ્તારમાં આવેલ પીપરા વાળા ચોક પાસે છે.બાતમી મળતાની સાથે જ SOGની ટીમે થાનગઢ પીપરા વાળા ચોક ખાતે દરોડો પાડીને તપાસ હાથ ધરી હતી, જ્યાંથી આરોપી શામજી ઉર્ફે વિજય મળી આવ્યો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને તેની અટકાયત કરી લીધી હતી એક વર્ષથી પોલીસને ચકમો આપી ફરાર રહેલા આ આરોપીને પકડી પાડ્યા બાદ SOG ટીમે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે તેને મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી દીધો છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vatsalyam Samachar