Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
MORBI:મોરબી પ્રોહિબિશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

MORBI:મોરબી પ્રોહિબિશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

MORBI:મોરબી પ્રોહિબિશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

મોરબી જિલ્લામાં નાસતા ફરતા ગુનેગારોને ઝડપી પાડવા માટે કાર્યરત એલ.સી.બી. (LCB) અને પેરોલ ફર્લો સ્કોડની ટીમને વધુ એક સફળતા મળી છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, એલ.સી.બી.

તથા પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન (દારૂ) ના ગુનામાં નાસતો ફરતો આરોપી ઇમરાન રાયબભાઈ જેડા (રહે. નવાગામ, તા. માળીયા મીંયાણા, જી. મોરબી) હાલ મોરબી ધકાવાળી મેલડી માતાજીના મંદિર પાસે જાહેર રોડ પર ઊભો છે.

બાતમીના આધારે ટીમે ત્વરિત સ્થળ પર પહોંચી તપાસ કરતા આરોપી મળી આવ્યો હતો. પોલીસે આરોપીની BNSS સને ૨૦૨૩ અધિનિયમની કલમ ૩૫(૧)(બી)(H)(જે) મુજબ અટકાયત કરી છે. આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે આરોપીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vatsalyam Samachar