Dailyhunt
MORBI:સંવિધાનના ઘડવૈયાના જન્મદિવસ નિમિત્તે સંવિધાનનો કડક અમલ કરવા માંગ, ડ્રાય ડે જાહેર કરવા રજૂઆત

MORBI:સંવિધાનના ઘડવૈયાના જન્મદિવસ નિમિત્તે સંવિધાનનો કડક અમલ કરવા માંગ, ડ્રાય ડે જાહેર કરવા રજૂઆત

સંRBI:સંવિધાનના ઘડવૈયાના જન્મદિવસ નિમિત્તે સંવિધાનનો કડક અમલ કરવા માંગ, ડ્રાય ડે જાહેર કરવા રજૂઆત

ભારત દેશના સંવિધાનના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની આગામી 14 એપ્રિલના રોજ જન્મ જયંતી આવી રહી છે જે નિમિત્તે 14 મી એપ્રિલના રોજ ડ્રાય ડે જાહેર કરવાની માંગ ઉઠી છે.

ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતી મહોત્સવ કમિટી દ્વારા મોરબી જિલ્લામાં આવતા તમામ અનુસાર જાતિ વિસ્તારોમાં દારૂ બંધ કરવા માટે વહીવટી તંત્રને રજૂઆત કરવામાં આવી છે.

રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે દારૂ બંધ ગુજરાતમાં ખુલ્લેઆમ ઠેર ઠેર દારૂ મળી રહ્યો છે ત્યારે કાયદાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. ત્યારે ભારત દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મદિવસ નિમિત્તે મોરબી શહેર તેમજ આજુબાજુના તાલુકાઓમાં અને ગ્રામ્ય વિસ્તારમાં શોભાયાત્રા નીકળવાની છે ત્યારે આ શોભાયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેર અને જિલ્લાના તમામ અનુસૂચિત જાતિ વિસ્તારો દારૂની એક પણ પોટલી ન મળે તેની તકેદારી રાખવા જિલ્લા વહીવટ તંત્રને આવેદન આપવામાં આવ્યું છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vatsalyam Samachar