Dailyhunt
મુંદરાના નાના કપાયા મધ્યે આમ આદમી પાર્ટીના કાર્યાલયને દીકરીના હાથે ખુલ્લું મુકાયું

મુંદરાના નાના કપાયા મધ્યે આમ આદમી પાર્ટીના કાર્યાલયને દીકરીના હાથે ખુલ્લું મુકાયું

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર - મુંદરા કચ્છ.

મુંદરાના નાના કપાયા મધ્યે આમ આદમી પાર્ટીના કાર્યાલયને દીકરીના હાથે ખુલ્લું મુકાયું

મુંદરા, તા. 19:

કચ્છ જિલ્લાના મુંદરા તાલુકાના નાના કપાયા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓના આયોજનના ભાગરૂપે કાર્યાલયનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પક્ષના આગેવાનો, ઉમેદવારો અને મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉદ્ઘાટન પ્રસંગની વિશેષતા એ રહી હતી કે કાર્યાલયનું ઉદ્ઘાટન કોઈ નેતાના હસ્તે નહીં, પરંતુ એક નાની દીકરી જાનવી ભીમશીભાઈ ગઢવીના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીની નવીનતમ વિચારધારા અને પરિવર્તનના પ્રતીક રૂપે આ આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે નાના કપાયા-૧ બેઠકના ઉમેદવાર ભીમશીભાઈ ગઢવી તથા જિલ્લા પંચાયતના ઉમેદવાર ધનબાઈ સાખરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મુંદરા તાલુકા અને જિલ્લા સંગઠનના હોદ્દેદારોએ હાજરી આપી કાર્યકરોમાં જોમ પૂર્યું હતું. ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીની 'કામની રાજનીતિ' અને દિલ્હી-પંજાબના વિકાસ મોડલથી પ્રભાવિત થઈને લોકો હવે ગુજરાતમાં પરિવર્તન ઈચ્છી રહ્યા છે.

આ ઉદ્ઘાટન પ્રસંગે મુંદરા તાલુકા પ્રમુખ વિજેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા કિસાન સેલ પ્રમુખ ભારૂભાઈ સાખરા, જિલ્લા સંગઠન મંત્રી અબ્દુલ મજીદ સમા, તાલુકા મહામંત્રી જીવરાજભાઈ ગઢવી, મુંદરા શહેર મહામંત્રી પ્રશાંત રાજગોર, શહેર ઉપપ્રમુખ જીજ્ઞેશભાઈ રાવલ, ઉપપ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલા તથા સંગઠન મંત્રી અસગરભાઈ પઠાણ સહિતના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

નાના કપાયા અને મુંદરા તાલુકાના ગ્રામજનોએ પણ આ પરિવર્તનની લહેરને આવકારી હતી અને આગામી સમયમાં આમ આદમી પાર્ટી મજબૂત વિકલ્પ તરીકે ઉભરી આવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. એવું જિલ્લા સંગઠન મંત્રી અબ્દુલ મજીદ સમાએ એક યાદીમાં જણાવ્યું હતું.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :

-પુજા ઠક્કર,

9426244508,

ptindia112@gmail.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vatsalyam Samachar