Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Rajkot: રાજકોટમાં મહિલા આઈ.ટી.આઈ. ખાતે વિવિધ કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ

Rajkot: રાજકોટમાં મહિલા આઈ.ટી.આઈ. ખાતે વિવિધ કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ

તા.૩/૬/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: નિયામક, રોજગાર અને તાલીમ, ગાંધીનગરના નિયંત્રણ હેઠળની મહિલા ઔદ્યોગિક તાલીમ સંસ્થા, રાજકોટ (શહેર) ખાતે પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. જેમાં કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, ફેશન ડિઝાઇન ટેક્નોલોજી, ડ્રેસ મેકિંગ, કોસ્મેટોલોજી (બ્યુટી પાર્લર), હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એમ કુલ ૦૬ કોર્સનો સમાવેશ થાય છે.

આ તમામ કોર્સમાં ગત તા. ૧૪ મેથી એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પ્રવેશ મેળવવા ઈચ્છુક તમામ મહિલા ઉમેદવારોએ જરૂરી માહિતી મેળવવા માટે મહિલા આઈ.ટી.આઈ., બી. ટી. સવાણી કિડની હોસ્પિટલ પાછળ, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે રૂબરૂ સવારે ૧૦ કલાકથી સાંજે ૦૫ કલાક દરમિયાન અથવા સંસ્થાના ટેલિફોન નંબર ૦૨૮૧-૨૫૬૨૮૮૩ પર સંપર્ક કરવા મહિલા આઈ.ટી.આઈ. રાજકોટ (શહેર)ની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vatsalyam Samachar