થરા મા પીએમ શ્રી અનુપમ પે. કેન્દ્ર શાળા નં.-૨ ખાતે ધો.-૮ ના વિધાર્થીઓને વિદાય અપાઈ..
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલ પીએમશ્રી અનુપમ પે.કેન્દ્ર શાળા નં.-૨ મા આચાર્ય ઝાલા બિંદેશ્વરીદેવી ચંદ્રસિંહજી ના માર્ગદર્શન હેઠળ ધો.-૮ ના વિધાર્થીઓનો વિદાય સમારંભ ૭ મી એપ્રિલ ૨૦૨૬ ના રોજ યોજાયો હતો.વિદાય લેતા ૧૨૯ વિદ્યાર્થીઓએ તેમના શાળા જીવનના અમૂલ્ય ક્ષણોને યાદ કરીને વિદાય લીધી.
વિદ્યાર્થીઓના ચહેરા પર એક તરફ આગળ વધવાનો થનગનાટ પૂર્વકનો ઉત્સાહ હતો તો બીજી તરફ શાળા છોડવાનો હળવો સંવેદનાત્મક સ્પર્શ જોતા આજે એક યાદગાર અને ભાવનાત્મક દ્રશ્યો સર્જાયા હતા.એલર્ટ ગ્રુપ થરા,પાલિકાના કોર્પોરેટર રાકેશભાઈ શાહ,મયંક ટ્યુશન ક્લાસીસના મયંકભાઈ ખત્રી, પાર્થ કોમ્પ્યુટર ક્લાસીસના ઉમેદભાઈ રાવળદેવ દ્વારા વિદ્યાર્થીઓને નાસ્તો,શૈક્ષણિક કિટ,બોલપેન, સ્ટીલ બોટલ, પક્ષીઓ માટે માળા તથા કુંડા આપી પ્રોત્સાહિત કરતા શિક્ષક સેમાભાઈ પટેલ,આસિફભાઈ મોરવાડિયા,સંજયભાઈ ચૌધરી, જીજ્ઞેશભાઈ પટેલ,શંકૂબેન ચૌધરી,અંકિતાબેન સહીત શાળા પરિવાર દ્વારા મહેમાનો સહીત વિદ્યાર્થીઓને શાલ ઓઢાડી સન્માન કરી વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે માર્ગ દર્શન અને પ્રેરણાદાયક સંદેશ આપવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શિક્ષક નાગજીભાઈ એ કર્યું હતું.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530

