Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
અદાણી એન્ટરપ્રાઇઝિસની પેટાકંપની કચ્છ કૉપરને લંડન મેટલ એક્સચેન્જનું  સર્ટિફિકેશન, વિશ્વના અગ્રણી કૉપર ઉત્પાદકોમાં સમાવેશ

અદાણી એન્ટરપ્રાઇઝિસની પેટાકંપની કચ્છ કૉપરને લંડન મેટલ એક્સચેન્જનું સર્ટિફિકેશન, વિશ્વના અગ્રણી કૉપર ઉત્પાદકોમાં સમાવેશ

દાણી એન્ટરપ્રાઇઝિસ લિમિટેડની (AEL) પેટાકંપની કચ્છ કૉપર લિમિટેડને (KCL) 'અદાણી કૉપર' માટે લંડન મેટલ એક્સચેન્જનું (LME) સર્ટિફિકેશન મળ્યું છે. ઔદ્યોગિક ધાતુઓના વૈશ્વિક વેપારના કેન્દ્ર તરીકે ઓળખાતી એલએમઈ દ્વારા આપવામાં આવેલી આ મંજૂરી કચ્છ કૉપરની ઉત્પાદન ક્ષમતા અને જવાબદાર સોર્સિંગ પદ્ધતિઓને કડક વૈશ્વિક ધોરણો સામે માન્યતા આપે છે.

આ મંજૂરી બાદ 10 જુલાઈ, 2026થી અદાણી કૉપર કેથોડ્સ એલએમઈ કૉપર ફ્યુચર્સ કરારો માટે વોરંટ જારી કરવા યોગ્ય ડિલિવરી તરીકે સ્વીકારવામાં આવશે.

અદાણી ગ્રુપ માટે 'કૉપર ગ્રેડ A' કરારો હેઠળ 'અદાણી કૉપર'ને એલએમઈની 'ગુડ ડિલિવરી' બ્રાન્ડ તરીકે મળેલી નોંધણી વિશ્વની અગ્રણી કૉપર બ્રાન્ડ્સની હરોળમાં સ્થાન અપાવે છે. આ માન્યતા અદાણી ગ્રુપના મેટલ્સ ક્ષેત્રમાં પ્રવેશને વૈશ્વિક સ્તરે વિશ્વસનીયતા અને આંતરરાષ્ટ્રીય બજારમાં મજબૂત ઓળખ આપે છે તથા તેને રિફાઇન્ડ કૉપરના વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ઉત્પાદક તરીકે સ્થાપિત કરે છે.

નેચરલ રિસોર્સિસના સીઈઓ - અદાણી એન્ટરપ્રાઇઝિસના સીઇઓ અને કચ્છ કૉપર લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. વિનય પ્રકાશે જણાવ્યું હતું કે કૉપર વૈશ્વિક ઊર્જા પરિવર્તનનો આધારસ્તંભ છે. એલએમઈ બ્રાન્ડ સ્ટેટસ મળવાથી અદાણી વિશ્વના અગ્રણી કૉપર ઉત્પાદકોની યાદીમાં સામેલ થયું છે અને આ મહત્વપૂર્ણ ધાતુ માટે મજબૂત સપ્લાય ચેઇન ઉભી કરવામાં ભારતની ભૂમિકા વધુ મજબૂત બની છે.

કચ્છ કૉપરનું વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈએસજી ધોરણો આ માન્યતાને યોગ્ય અને બનાવે છે. તેનાથી અદાણી કૉપરની વૈશ્વિક સ્વીકૃતિ વધારશે. આંતરરાષ્ટ્રીય મેટલ્સ ઉદ્યોગમાં ભારતની વધતી પ્રતિષ્ઠાને મજબૂત બનાવવાની સાથે આ નોંધણી રિફાઇન્ડ કૉપર ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફનું ઐતિહાસિક પગલું છે.

એલએમઈ બ્રાન્ડ સર્ટિફિકેશન મેળવવાની પ્રક્રિયા અત્યંત કડક હોય છે. તેમાં રસાયણિક રચના, આકાર અને વજન સહિતની ઉચ્ચ ગુણવત્તા તેમજ સોર્સિંગ સંબંધિત કડક ધોરણોનું પાલન કરવું પડે છે. એલએમઈમાં નોંધણીથી અદાણી કૉપર કેથોડ્સને એલએમઈ માન્ય વેરહાઉસમાં વોરંટ હેઠળ રાખી શકાશે. એલએમઈમાં નોંધાયેલ ધાતુને ઉચ્ચ લિક્વિડ એસેટ તરીકે માન્યતા મળતી હોવાથી તેને ગીરો (Collateral) તરીકે પણ ઉપયોગ કરી શકાશે. એલએમઈ માટે પણ અદાણી કૉપરનો સમાવેશ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તે ઉચ્ચ ગુણવત્તાવાળા કૉપર કેથોડ્સના નવા ઉત્પાદન કેન્દ્રને વૈશ્વિક ડિલિવરી નેટવર્કમાં જોડે છે. તેના કારણે વૈશ્વિક કૉપર બજારમાં લિક્વિડિટી અને ભૌગોલિક વિવિધતા બંનેમાં વધારો થશે.

1.2 અબજ ડોલરના રોકાણથી બનેલો કચ્છ કૉપર પ્લાન્ટ દર વર્ષે 0.5 મિલિયન ટન ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. આ વિશ્વના સૌથી મોટા સિંગલ લોકેશન કસ્ટમ કૉપર સ્મેલ્ટિંગ કોમ્પ્લેક્સમાંથી એક છે. અત્યાધુનિક ટેક્નોલોજી, અદ્યતન પ્રોસેસ ઓટોમેશન અને સસ્ટેનેબિલિટી આધારિત ડિઝાઇન સાથે વિકસાવવામાં આવેલા આ પ્લાન્ટથી દેશમાં કૉપરનો સ્થાનિક પુરવઠો વધશે, આયાત પરની નિર્ભરતા ઘટશે અને વીજળીકરણ, રિન્યૂએબલ એનર્જી તથા ઊર્જા પરિવર્તન માટે મહત્વપૂર્ણ ધાતુના ક્ષેત્રમાં ભારતના 'આત્મનિર્ભર ભારત' અભિયાનને વધુ વેગ મળશે.



Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vibes of India Gujarati