Friday, 29 May, 9.27 pm vicitempus

Posts
દુનિયાનો સૌથી ઝડપી કેમેરો જે 1 સેકન્ડમાં 70 (ટ્રિલિયન) લાખ કરોડ ફોટા ખેંચી શકે તેવો અમેરિકાના કેલિફોર્નિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના સંશોધકોએ તૈયાર કર્યો છે.

  • આ કેમેરાનું નામ (CUSP) કમ્પ્રેસ્ડ અલ્ટ્રાફાસ્ટ સ્પેક્ટ્રલ ફોટોગ્રાફી રાખવામાં આવ્યું છે. આ લેઝર કેમેરાનો ઉપયોગ કરીને ખુબ જ નાના પલ્સ બહાર મોકલે છે જે 1 સેકન્ડ માં 70 ટ્રિલિયન એટલે કે 70 લાખ કરોડ ક્લિક કરી શકે છે. આપડે જે સ્માર્ટ ફોન અને DSLR કેમેરાનો ઉપયોગ કરીએ છીએ તે વધુમાં વધુ 1000 ફ્રેમ પ્રતિ સેકન્ડ (1000 ફ્રેમ / સેકન્ડ ) ફોટોગ્રાફી કરી શકે છે.
  • આ કેમેરાની વાત કરીએ તો આંખના એક પલકારામાં 70 લાખ કરોડ ફોટો ફ્રેમ પાડી દે છે. આ કેમેરાનો ઉપયોગ માણસો કે વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરવા માટે નથી પરંતુ અણુઓના વિભાજન, લાઈટ ટ્રાવેલિંગ, લાઈફ સાયન્સ અને મેટા ફિજીક્સ જેવા ક્ષેત્રોમાં અલગ અલગ પ્રકારનું શોધવા અને તેમાં બારીકીથી જોવા માટે ઉપયોગ કરી શકાય છે. તેની મદદ થી બ્રહ્માંડ અને પૃથ્વી પર આવતા બદલાવોને પણ બારીકીથી જોઈ શકાય છે.

  • આ કેમેરાનો ઉપયોગ ન્યુક્લિયર ફ્યુઝન, ફોટોના ટ્રાન્સપોર્ટ ક્લાઉડસ, લાઈટ અને પ્રોપેગેશન, બાયોલોજીકલ ટિશ્યુમાં ઝડપથી થનારા પરિવર્તનોના ફોટાને બારીકીથી જોઈ શકાય છે. હોસ્પિટલમાં બ્લડ ટેસ્ટિંગમાં પણ નવી શોધો કરી શકાય છે.
  • છેલ્લો રેકોર્ડ 10 ટ્રિલિયન (10 લાખ કરોડ) પ્રતિ સેકન્ડના દરથી ફોટો પડી શકાય તે હતો પરંતુ આ કેમેરાએ તેનો રેકોર્ડ તોડી નાખ્યો છે ને દુનિયાનો સૌથી ઝડપી કેમેરો બની ગયો છે.
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: vicitempus
Top
// // // // $find_pos = strpos(SERVER_PROTOCOL, "https"); $comUrlSeg = ($find_pos !== false ? "s" : ""); ?>