વ્યાપાર સમાચાર

388k Followers

સ્કૂલોના શિક્ષકોને નવી જવાબદારી સોંપી, કોવિડ હોસ્પિટલોમાં કામ કરવું પડશે...

01 Jun 2020.10:21 AM

ગાંધીનગર - ગુજરાતમાં કોરોના સંક્રમણના કારણે સ્કૂલો અને કોલેજો સહિત શૈક્ષણિક સંકુલો બંધ રાખવાના આદેશ પછી રાજ્ય સરકારે મોટો ફાયદો ઉઠાવ્યો છે. બાળકોને તો સ્કૂલે જવાનું નથી પરંતુ શિક્ષકો નવરાં છે અને તેમને સરકાર પગાર આપી રહી છે તેથી તેમનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે.

ગુજરાતમાં જેટલી કોવિડ હોસ્પિટલો છે ત્યાં વેકેશન ગાળી રહેલા શિક્ષકોને ગોઠવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સૌ પ્રથમ અમદાવાદની કોવિડ હોસ્પિટલોમાં શિક્ષકોને ડ્યુટી આપવામાં આવી છે. આ શિક્ષકોએ સરકારી કાર્યક્રમોમાં બાળકો ભેગા કરવાના હોય છે. ચૂંટણી સમયે કામ કરવાનું હોય છે.

વસતી ગણતરીમાં શિક્ષકો અગ્રેસર હોય છે. શૈક્ષણિક કાર્ય ઉપરાંત શિક્ષકો સરકારના બીજા કામો પણ કરતા હોય છે.

આ શિક્ષકોને ક્યાં ગોઠવી શકાય તેવી ચર્ચા પછી સરકારે એવું નક્કી કર્યું છે કે કોવિડ હોસ્પિટલોમાં અત્યારે મેડીકલ સ્ટાફને બેસાડવા પડે છે તેથી તેઓ કોરોના દર્દીની સેવામાં કામ લાગી શકતા નથી તેથી હોસ્પિટલોમાં હેલ્પડેક્સની જવાબદારી આ શિક્ષકોને આપવામાં આવી છે.

સરકારે સૌ પ્રથમ અમદાવાદની 42 જેટલી કોવિડ હોસ્પિટલોમાં હેલ્પડેક્સ પર શિક્ષકોને નિયુક્ત કર્યા છે. શહેરમાં કુલ 160 શિક્ષકોને આ જવાબદારી સોંપવામાં આવી છે, જો કે શિક્ષકોએ શિફ્ટ પ્રમાણે કામ કરવાનું રહેશે. જો આ પ્રયોગ સફળ થાય તો રાજ્યભરની કોવિડ હોસ્પિટલોના હેલ્પડેક્સ પર શિક્ષકોને નિયુક્ત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જૂનમાં હજી શૈક્ષણિક સત્ર શરૂ થવાનું નથી. સરકાર જુલાઇમાં ચોક્કસ તારીખ નક્કી કરશે એટલે અત્યારે નવરાં પડેલા શિક્ષકોએ હોસ્પિટલના હેલ્પડેસ્કનું કામ સોંપવામાં આવી રહ્યું છે. જો કે આ ફરજ બદલ હજી કોઇ મહેનતાણું નક્કી કરવામાં આવ્યું નથી.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Vyaapaar Samachar

#Hashtags