Tuesday, 04 Aug, 6.13 pm વ્યાપાર સમાચાર

શેરબજાર સમાચાર
અનિલ અંબાણીની Rcomને ખરીદશે દિલ્હીની આ 'અજાણી' કંપની!

મુંબઇઃ ભારતના સૌથી મોટા ધનવાન વ્યક્તિના નાના ભાઇ અને ઉદ્યોગપતિ અનિલ અંબાણીનો મુખ્ય ટેલિકોમ બિઝનેસ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ વેચવાની તૈયારીમાં છે. નાદારી કોર્ટ એનસીએલટી બુધવારે રિલાયન્સ કોમ અને તેની સહાયક કંપનીઓના રિઝોલ્યુશન પ્લાન અંગે સુનાવણી કરશે. આરકોમના ધિરાણકર્તાઓએ યુવી એસેટ રિઝોલ્યુશન (યીવીઆરસીએલ) અને જિયોની સમાધાન યોજનાઓને મંજૂરી આપી દીધી છે. આ બંને કંપનીઓ રિલાયન્સ કોમ્યુનિકેશન્સની સંપત્તિ ખરીદવા ઉત્સુક છે અને પ્રબળ માનવામાં આવે છે.

RComના ભવિષ્ય અંગે ચાલી રહેલી અટકળો વચ્ચે દિલ્હીની એક અંજાણી કંપની UVARCLને લઇને ઉદ્યોગજગતમાં ભારે ચર્ચા ચાલી રહી છે. આ કંપની દેશમાં સંકટગ્રસ્ત ટેલિકોમ એસેટ્સની માટે કરવામાં આવતી બિડિંગમાં મોટી ભૂમિકા ભજવનાર તરીકે ઉભરી આવી છે.

જાણો UVARCL અંગે

આરકોમ અને તેની પેટા કંપની રિલાયન્સ ટેલિકોમને ખરીદવા માટે 16000 કરોડ રૂપિયાની બોલી લગાવી છે. આ કંપનીઓની પાસે સ્પેક્ટ્રમ અને ડેટા સેન્ટર છે. બીજી બાજુ રિલાયન્સ ઇન્ફ્રાટેલ અનિલ અંબાણીના મોટા ભાઇ મુકેશ અંબાણીની કંપની જિયોને મળી શકે છે. આ ડિલ 20 હજારથી 23 હજાર કરોડ રૂપિયામાં થઇ શકે છે.

UVARCL દિલ્હીની એક એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની (એઆરસી) છે જે નાદાર થઇ ચૂકેલી ટેલિકોમ કંપનીઓને ખરીદે છે. ચાલુ વર્ષે કંપનીને એરટેલની એસેટ્સ હસ્તગત કરવા એનસએલટી પાસેથી મંજૂરી મળી હતી. તેની સ્થાપના 2007માં થઇ હતી અને તે બુક બિલ્ડિંગની રીતે દેશની ટોપ-10 ARCમાં શામેલ છે. UVARCLની વેબસાઇટઉપર દાવો કરવામાં આવ્યો છે કે તે એનપીએને ફરી બેઠી કરે છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Vyaapaar Samachar
Top