Tuesday, 04 Aug, 5.09 pm વ્યાપાર સમાચાર

શેરબજાર સમાચાર
બેન્કો આ ડિફોલ્ટ કંપનીઓ પર ગાળીયો કસશે, જેમાં એક ગુજરાતની કંપની

મુંબઇઃ બેન્કો હવે ઘણી ડિફોલ્ટ કંપનીઓ વિરુદ્ધ નાદારીની પ્રક્રિયા શરૂ કરવા જઇ રહી છે. જેમાં સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ ઉપરાંત રેલિગર ફિનવેસ્ટ, રિલાયન્સ હોમ ફાઇનાન્સ અને રિલાયન્સ કોમર્શિયલ સહિત ઘણી એનબીએફસી શામેલ છે. આ કંપનીઓ વિરુદ્ધ ઇન્સોલવન્સીની કાર્યવાહી શરૂ કરવા માટે રિઝર્વ બેન્કની મંજૂરી લેવી પડશે.

આ કંપનીઓ છ મહિનાની અંદર ડિફોલ્ટના કેસોનું સમાધાન લાવવામાં નિષ્ફળ રહી છે. આથી તેમની વિરુદ્ધ નાદારીની કાર્યવાહી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રિઝર્વ બેન્કના નિયમો મુજબ, બેંકરપ્સીની પ્રક્રિયા નહીં શરૂ કરનાર ડિફોલ્ટ માટે અલગ જોગવાઇઓ તૈયાર કરવી પડે છે.

માર્ચ 2019માં સિન્ટેક્સે સ્ટોક માર્કેટને બોન્ડની ચૂકવણીમાં ડિફોલ્ટ થઇ હોવાની જાણકારી આપી હતી. ત્યારબાદથી કંપનીએ પુર્નગઠનની યોજના રજૂ કરી હતી, જેને બેન્કોએ ફગાવી દીધી હતી. ત્યારબાદ તેને બ્લોક કરવાનો નિર્ણય લેવાયો હતો.

રેલિગર ફિનવેસ્ટ પોતાના પ્રમોટર્સના કૌભાંડની શિકાર બની છે. રિલાયન્સ ગ્રૂપની અન્ય બે કંપનીઓ રિલાયન્સ હોમ ફાઇનાન્સ અને રિલાયન્સ કોમર્શિયલે પાછલા વર્ષ ડિફોલ્ટ કર્યુ હતુ. કાર્યવાહીના આ નિર્ણયોની માહિતી બેંક ઓફ ઇન્ડિયાના સીઇઓ અને એમડી એ.કે. દાસે આપી છે.

રેલિગર ફિનવેસ્ટના અધિકારીઓનું કહેવુ છે કે, કંપની 28 એપ્રિલ 2020ના રોજ સંશોધિક રિસ્ટ્રક્ચરિંગની યોજના સોંપી ચૂકી છે. આ બાબતે 4 મે, 2020 અને જૂન 2020ના રોજ બેન્ક ઓફ ઇન્ડિયા સહિતના ધિરાણકર્તાઓ સાથે વાત થઇ હતી.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Vyaapaar Samachar
Top