Monday, 29 Jun, 9.17 pm વ્યાપાર સમાચાર

હોમ પેજ
ભારતમાં ટિકટોક, યુસી બ્રાઉઝર સહિત 59 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ

નવી દિલ્હી : ચીને શાંતિ મંત્રણા માટે ગયેલ ભારતના 20 સૈનિકોને LAC પર ક્રૂર માર મારીને શહીદ કરતા હવે માત્ર દેશવાસીઓ નહિ પરંતુ, સરકારે પણ ચીન સામે બાંયો ચઢાવી છે. ભારત અને ચીન વચ્ચે થયેલી અથડામણ બાદ બંને દેશો વચ્ચે દિવસે ને દિવસે વિવાદ વધી રહ્યો છે. સરહદ પર ચીનની આડોડાઈ બાદ ભારત પણ વળતો જવાબ આપી રહ્યો છે. આ સાથે જ બંને દેશો વચ્ચે હવે ટ્રેય વોર શરૂ થઈ ગી છે. હવે આ જ ક્રમમાં ભારતે 59 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મુક્યો છે.

ભારતમાં સૌથી વધુ પ્રખ્તાય થયેલી ચાઈનીઝ એપ ટિક ટોક, યૂસી બ્રાઉઝર સહિત 59 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મુકાયો છે.

પ્રતિબંધ મુકાયેલ 59 ચાઈનીઝ એપની યાદી

અગાઉ ભારતમાં ઇમ્પોર્ટ થનારા રબર ટાયરો પર સરકારને કડક પ્રતિબંધ લગાવી દીધો છે. જેના કારણે 20 દેશોથી ભારતમાં આવનારા ટાયર પર અસર પડશે જેમાં થાઇલેન્ડ અને ચાઇના સામે આવનારા ટાયરો પર અસર પડશે જેમાં થાઇલેન્ડ અને ચાઇનાથી આવનારા ટાયરોનો પણ સમાવેશ થાય છે. પ્રતિબંધ હેઠળ ઇમ્પોર્ટર માટે લાયસન્સ ફરજીયાત થશે. તેના વગર ટાયર નહી લાવી શકાય.

ઉલ્લેખનિય છે કે, ભારત ચીનથી વધુ આયાત કરે છે અને ઓછી નિકાસ કરે છે. વર્ષ 2018-19માં ચીન સાથે ભારતની 53.56 અબજ ડોલરની વેપાર ખાધ હતી. આવી સ્થિતિમાં જો ભારત ચીન પાસેથી આયાત પર પ્રતિબંધ મુકતુ રહેશે તો ખુદ ચીનને વધુ નુકસાન થશે. તો તાજેતરમાં જ રેલવેએ ચીની કંપનીઓનો રૂ. 471 કરોડનો કરાર રદ કરી દીધો છે. તે સાથે જ ભારત સંચાર નિગમ લિમિટેડે પણ 4જી સંશાધનોને અપગ્રેડ કરવા માટે ચીની પ્રોડક્ટ્સના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. એવું પણ કહેવામાં આવે છે કે, ભારત સરકાર ચીનથી આયાત કરવામાં આવતી ઘણી ચીજ વસ્તુઓ પણ કસ્ટમ ડ્યૂટી વધારી શકે છે. આાગામી દિવસોમાં ચીન સાથે થયેલા કરાર પણ રદ કરવામાં આવી શકે છે.

ભારત-ચીન બંને એક બીજા પર નિર્ભર

ચીન વર્ષ 2019-20માં ભારતના કુલ એક્સપોર્ટના 5 ટકા અને કુલ ઈમ્પોર્ટના 14 ટકાનું ભાગીદાર હતું. જ્યારે ચીનના કુલ એક્સપોર્ટમાં 3 ટકા અને કુલ ઈમ્પોર્ટમાં ભારતનો હિસ્સો માત્ર 1 ટકા રહ્યો. તેનો અર્થ એ છે કે ભારત અને ચીનની વચ્ચેના બિઝનેસ સંબંધો પ્રભાવિત થાય છે તો ચીન તેના એક્સપોર્ટના 3 ટકા અને ઈમ્પોર્ટના 1 ટકાને નુકસા થશે. જ્યારે ભારતને તેના એક્સપોર્ટના 5 ટકા અને ઈમ્પોર્ટના 14 ટકા નુકસાન થશે. જ્યારે ભારતને તેના એક્સપોર્ટના 5 ટકા અને ઈમ્પોર્ટના 14 ટકા નુકસાન થશે. વર્ષ 2018-19માં ભારતે ચીનમાંથી 16.7 બિલિયન યુએસ ડોલર એટલે કે લગભગ 1.2 લાખ કરોડ રૂપિયાનું એક્સપોર્ટ અને 70.3 બિલિયન ડોલર એટલે કે લગભગ 5.32 લાખ કરોડ રૂપિયાનું ઈમ્પોર્ટ કર્યું હતું. તેનો અર્થ એ છે કે ચીને ભારત પાસેથી ઓછો સામાન ખરીદ્યો અન તેનાથી પાંચગણો સામાન વેચ્યો. એવામાં આ કારોબારમાં ભારતને 4.1 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું. જો ભારત, ચીનની સાથે કારોબાર ખત્મ કરે છે તો ચીનને તેનું નુકસાન ઉઠાવવું પડી શકે છે. ચીનને તેની પ્રોડક્ટ વેચવા માટે ભારત જેવું બજાર એટલું ઝડપથી મળશે નહિ.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Vyaapaar Samachar
Top
// // // // $find_pos = strpos(SERVER_PROTOCOL, "https"); $comUrlSeg = ($find_pos !== false ? "s" : ""); ?>