Friday, 17 May, 6.11 am વ્યાપાર સમાચાર

હોમ પેજ
બ્રેઇનડેડ એ 7 વ્યક્તિને આપ્યું જીવનદાન, માનવતાને મહેકાવતો સુરતનો કિસ્સો, જાણો વિગતવાર

સુરત : ગુજરાતના સુરત ખાતે માનવંતાને જીવંત રાખતી એક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં સુરતના ડોનેટ લાઈટ દ્રારા ફેફસાના દાનની સમગ્ર ગુજરાત પ્રથમ કિસ્સો બનવા પામ્યો છે. જેમાં આ અમૂલ્ય અંગનું દાન કરીને તેમણે સાત વ્યક્તિઓને નવજીવન આપી માનવતાની મહેક પ્રસરાવી છે.

આખી ઘટનાની માહિતી પર પ્રકાશ ફેંકીએ તો, સુરત શહેરમાં રહેતા વૈષ્ણવ વણિક દશાલાડ સમાજના બ્રેનડેડ વ્રજેશ નવિનચંદ્ર શાહના પરિવારે તેમના ફેફસા, કિડની, હ્રદય, લિવર અને ચક્ષુઓનું દાન કર્યું છે. સુરતથી બેંગ્લોરનું 1,293 કિલોમીટરનું અંતર 195 મીનિટમાં કાપીને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ બેંગ્લોરની બીજીએસ ગ્લોબલ હોસ્પિટલમાં કરાયુ હતું. જ્યારે સુરતથી 269 કિલોમીટરનું અંતર 90 મીનિટમાં કાપીને બ્રેનડેડ દર્દીના હ્રદયનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈની મુલૂંડ હોસ્પિટલમાં કરાયુ હતુ. માનવતાને જીવંત રાખતો અને અન્યોને પ્રોત્સાહિત કરતો કિસ્સો સુરતમાં બન્યો હતો.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Vyaapaar Samachar
Top