Wednesday, 05 Sep, 10.11 am વ્યાપાર સમાચાર

પ્લસ
એરટેલે પ્રીપેડ ગ્રાહકો માટે ત્રણ નવા પ્લાન લોન્ચ કર્યા

નવી દિલ્હી : ટેલિકોમ ઓપરેટર એરટેલે ભારતમાં પોતાના પ્રીપેડ ગ્રાહકો માટે ત્રણ નવા પ્લાન લોન્ચ કર્યા છે. કંપનીનો દાવો છે કે આ પ્લાન ગ્રાહકો પાસેથી મળેલ ફીડબેક અને ઘણા રિસર્ચ પછી ડિઝાઈન કરવામાં આવેલ છે. આ પેકમાં ટોક ટાઈમ, ટેરિફ અને ડેટા બધુ જ એક સિંગલ પ્લાનમાં મળે છે. એરટેલના નવા પ્રીપેડ પેકની કિંમત રૂ.100ની અંદર રાખવમાં આવી છે અને તેમાં ડેટા ઉપરાંત અનલિમિટેડ કોલિંગ, ફ્રી નેશનલ રોમિંગ અને ફ્રી એસએમએસ પણ મળે છે.

એરટેલના આ પેકને પંજાબ, તામિલનાડુ અને યુપી પશ્ચિમ સર્કલ માટે રોલઆઉટ કરવામાં આવેલ છે. કંપનીએ એક જણાવ્યુ છે કે આવનારા કેટલાક અઠવાડિયામાં આ પ્લાનને દેશના બીજા ભાગમાં પણ રોલઆઉટ કરી દેવામાં આવશે.

આ પેક અંતર્ગત યૂઝર્સને 26.66 રૂપિયાનો ટોક ટાઈમ મળે છે. ગ્રાહકોને લોકલ,એસટીડી અને લેન્ડલાઈન કોલ્સ માટે 1 પૈસા પ્રતિ સેકન્ડના દરથી ચાર્જ ચુકવવો પડશે. આ પેકમાં 100 એમબી ડેટા પણ મળે છે. પેકની વેલિડીટી 28 દિવસ છે.

આ પેકની વેલીડીટી પણ 28 દિવસની છે અને યૂઝર્સને તેમાં 65 રૂપિયાનો ફુલ ટોક ટાઈમ મળે છે. ગ્રાહકોને લોકલ, એસટીડી અને લેન્ડલાઈન કોલ માટે 1 પૈસા પ્રતિ સેકન્ડનો ચાર્જ આપવો પડશે. યૂઝર્સને આ પ્લાનમાં 200 એમબી ડેટા મળે છે.

એરટેલના આ પેકમાં રૂપિયા 95 નો ફુલ ટોક ટાઈમ મળે છે. લોકલ,એસટીડી અને લેન્ડલાઈન કોલ્સ માટે 1 પૈસા પ્રતિ બે સેકન્ડનો ચાર્જ લાગે છે. આ પેકમાં 500 એમબી ડેટા મળે છે પેકની વેલિડીટી 28 દિવસની છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Vyaapaar Samachar
Top