menu
Start Slideshow
વ્યાપાર સમાચારહોમ પેજ

હોમ, ઓટો, MSME લોન માટે રાહતના સમાચાર, આ બેંકે સસ્તામાં આપશે લોન

31 May 2020, 2:55 pm

નવી દિલ્હી : જેઓ લોન લેવા ઈચ્છુક છે તે લોકો માટે બેંક ઓફ ઈન્ડિયા તરફથી સાજા સમાચાર છે. હવે બેંક ઓફ ઈન્ડિયામાંથી હોમ લોન, વાહન લોનથી MSME સુધીની તમામ પ્રકારની લોન લેવી સસ્તી થઈ છે. બેંકે આ તમામ પ્રકારના વ્યાજદરમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. બેંકે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેઇઝડ લેન્ડિંગ રેટ (MCLR)માં 0.25 ટકાનો ઘટાડો જાહેર કર્યો છે. આનાથી હોમ લોન, ઓટો લોન અને તમામ પ્રકારની એમએસએમઇ લોન લેવી સસ્તી થશે. નવા વ્યાજ દરો આગામી 1 જૂન, 2020થી લાગુ થશે.

વ્યાજ દર ઘટશે

  • બેંક દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે, નવા વ્યાજ દર લાગુ થયા બાદ એક વર્ષના સમયગાળા માટેની લોન પરનો વાર્ષિક વ્યાજ દર 7.70 ટકા નક્કી કરાયો છે, જે અગાઉ 7.95 ટકા હતો.
  • તેવી જ રીતે છ મહિનાના સમયગાળાની લોન માટેનો વ્યાજ દર 7.60 ટકા અને માસિક લોનનો વ્યાજ દર 7.50 ટકા રહેશે.
  • બેંકે જણાવ્યું કે, તેણે રિઝર્વ બેંકના રેપો રેટ સાથે જોડાયેલ લોન માટેના વ્યાજ દરમાં પણ 0.40 ટકાનો ઘટાડો કરી 6.85 ટકા કર્યો છે.

રિઝર્વ બેંકે 22 મેએ ઘટાડ્યો હતો રેપો રેટ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ 22 મેના રોજ તેની નાણાકીય નીતિ રજૂ કરતી વખતે રેપો રેટ 0.40 ટકા ઘટાડ્યો હતો. એટલે કે ગાઉ આ રેપો રેટ 4.40 ટકા હતો, જે હવે 4 ટકા છે.

કોને ફાયદો થશે

બેંક ઓફ ઇન્ડિયાના આ નિર્ણયથી હોમ લોન લેનારા, ઓટો લોન લેનારા અને MSME ક્ષેત્રના લાખો ગ્રાહકોને ફાયદો થશે.

Loading...

No Internet connection

Link Copied