Wednesday, 14 Nov, 5.59 am વ્યાપાર સમાચાર

ન્યૂઝ
કેન્દ્ર સરકાર વધારશે કર્મચારીઓનો પગાર, જાણો તમારો કેટલો વધ્યો?

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર સતત તેના કર્મચારીઓની વેતનમાં વધારો કરવાનો પ્રયાસ કરે છે. આ માટે, તે નવી પદ્ધતિઓ પણ લાવી રહી છે. તેમની જૂની માગણીઓ અનુસાર વેતન (પગાર)માં વધારો ન થવાને કારણે નિરાશ હોવા છતાં, કેન્દ્ર સરકારના કર્મચારીઓને 7માં સીપીસી હેઠળ અલગ અલગ ચેનલ દ્વારા પગારમાં વધારો મળી રહ્યો છે. ડિયરનેસ અલાવન્સ (ડીએ) એટલે કે મોંઘવારી ભથ્થામાં વધારો દ્વારા નિયમિત ધોરણે તે મેળવવામાં આવે છે. અગાઉ સરકાર જ્યારે ડીએ શૂન્ય (0) કરી દીધું હતું, પરંતુ રોજીંદાણી જરૂરી વસ્તુના ખર્ચમાં સતત વધારાને કારણે તેને બદલવામાં આવ્યો છે. કેટલીક માગણીઓ સ્વીકાર્યા પછી સરકારે ડી.એ.ને મંજૂરી આપી દીધી છે. હાલના સમયમાં કેન્દ્રીય અને રાજ્ય સરકારના કર્મચારીઓના ડીએ 9 ટકા છે. તેને ડીએના આધારે પગાર વધારો મળે છે. જેને હાલમાં જ7 ટકાથી 9 ટકા સુધી વધારી દેવામાં આવ્યો હતો.

7માં પગાર પંચના ડીએ પર ઓલ ઈન્ડિયા ઓડિટ અને હિસાબ એસોસિયેશન (આસિસ્ટન્ટ સેક્રેટરી)ના ભૂતપૂર્વ આસિસ્ટન્ટ સેક્રેટરી જનરલ હરિ શંકર તિવારીએડ કહ્યું કે, ડીએ લાગુ કરવો એ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. આગામી વર્ષ 2019ની આસપાસ કર્મચારીઓને ડીએ (DA) આપવામાં આવશે. જો કેન્દ્ર હાલમાં 2.57 ગણાથી વધુ ફિટમેન્ટ વધારીને પગાર વધારવામાં આવે છે, તો તે વધુ સારું રહેશે. 7માં પગાર પંચની સિસ્ટમ હેઠળ, 18,000 પાયાના (મૂળ) પગાર સાથેના કેન્દ્ર સરકારના કર્મચારીઓને ડીએ રૂ. 1620 મળે છે. કેન્દ્રીય કર્મચારીઓનો પગાર પે મેટ્રિક્સના આધારે આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે, લેવલ 1ના કર્મચારીને ડીએ તરીકે રૂ.1620 મળે છે, જે 18,000 પગારનો 9 ટકા હોય છે. જુલાઈ 2018 માં, ડીએમાં 2 ટકાનો વધારો થયો હતો.

ઉલ્લેખનીય છે કે, સ્તર 1ના કર્મચારીઓના પગારમાં 2 ટકા ડીએ વધ્યા પછી 360 રૂપિયા, સ્તર 2ના કર્મચારીઓના પગારમાં 398 રૂપિયા, સ્તર 3ના કર્મચારીઓના પગારમાં 434 રૂપિયા, સ્તર 4ના કર્મચારીઓના પગારમાં 510 રૂપિયા, સ્તર 6ના કર્મચારીઓના પગારમાં 708 રૂપિયા, સ્તર 7ના કર્મચારીઓના પગારમાં 898 રૂપિયા, સ્તર 8ના કર્મચારીઓના પગારમાં 952 રૂપિયા, સ્તર 9ના કર્મચારીઓના પગારમાં 1062 રૂપિયા અને સ્તર 10ના કર્મચારીઓના પગારમાં 1122 રૂપિયાનો વધારો થઇ ગયો છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Vyaapaar Samachar
Top