કોરોના વાયરસ: ગુજરાતમાં આટલી જગ્યાએ સારવાર ઉપલબ્ધ
અમદાવાદ : કોરોના વાઇરસનું સંક્રમણ વિશ્વ આખામાં ઝડપથી ફેલાઈ રહ્યું છે અને વાઇરસને કારણે મરનારા લોકોનો આંક ચાર હજારની પાર પહોંચી ગયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને (WHO)ને આ જ કારણે તેને વૈશ્વિક મહામારી (pandemic) જાહેર કરી છે. ભારતમાં પણ કોરોના વાયરસના (Coronavirus cases in India) 70થી વધારે પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સદનસિબે ગુજરાતમાં કોરોના વાયરસ (Coronavirus Cases in Gujarat)નો એક પણ પોઝિટિવ કેસ હજી સુધી નોંધાયો નથી, પરંતુ લોકોમાં ચોક્કસ આ વાયરસને લઈને ફફડાટ ફેલાયો છે.
જો તમને પણ કોરોના વાયરસ જેવા કોઈ લક્ષણો દેખાઈ રહ્યા છે અથવા આ બાબતે કોઈ મૂંઝવણ કે શંકા છે તો તમે સરકારે જાહેર કરેલા હેલ્પલાઇન નંબર 104 પર ફોન કરીને માહિતી મેળવી શકો છો.
Loading...