Wednesday, 03 Jun, 9.55 pm વ્યાપાર સમાચાર

હોમ પેજ
માત્ર 5 મિનિટમાં વેચાઈ ગયા આ કંપનીના 50,000 સ્માર્ટફોન

નવી દિલ્હી : શાઓમીના એક સ્માર્ટફોનને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. આ સ્માર્ટફોન Redmi 10X છે. આ સ્માર્ટફોનના પ્રથમ સેલમાં 5 મીનીટની અંદર 100 કરોડ રૂપિયાથી વધુના ફોન વેચાયા છે. ચીનમાં શાઓમીનો Redmi 10X 5G અને 4G વેરિએન્ટ માટેની પ્રથમ સેલ યોજાઈ હતી. રેડમી દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વેઇબો પર પોસ્ટ કરેલી પોસ્ટ મુજબ 100 મિલિયન યુઆન (લગભગ 106 કરોડ)થી વધુ સ્માર્ટફોન ફક્ત 5 મિનિટમાં વેચાયા છે. એક રિપોર્ટ અનુસાર, શાઓમીએ આ સેલમાં લગભગ 50,000 Redmi 10X સ્માર્ટફોન વેચ્યા છે.

Redmi 10X સિરિઝ હેઠળ 3 સ્માર્ટફોન લોન્ચ

રડેમીએ તેની Redmi 10X સિરિઝમાં Redmi 10X 4G, Redmi 10X 5G અને Redmi 10X Pro 5G સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. જોકે પ્રથમ સેલમાં Redmi 10X 4G અને Redmi 10X 5G સ્માર્ટફોનનું વેચાણ કરવામાં આવ્યું હતું. Redmi 10X Pro 5G સ્માર્ટફોન 6 જુને પ્રથમ વાર વેચાણ માટે ઉપલબ્ધ થશે.

Redmi 10X 5G બેઝિક સ્પેસિફિકેશન્સ

  • ડ્યુઅલ સિમ (નેનો) રેડમી 10X 5G એન્ડ્રોઇડ 10OS બેઝ્ડ MIUI 12 પર કામ કરે છે અને તેમાં HDR10 અને 600nits બ્રાઇટનેસવાળી 6.57 ઇંચની ફુલ HD+ (1,080x2,400 પિક્સલ) ડિસ્પ્લે સામેલ છે.
  • આ માલી-G57 MC5 GPU સાથે આવે છે અને 7nm મીડિયાટેક ડાઇમેન્સિટી 820 પ્રોસેસર પર કામ કરે છે.
  • ફોનમાં 8GB સુધીની રેમ અને 256GB સુધી ઇન્ટરનલ સ્ટોરેજ છે.
  • ફોટોગ્રાફી માટે તેમાં 48 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા, 8 મેગાપિક્સલ અલ્ટ્રા વાઇડ એન્ગલ કેમેરા અને 5 મેગાપિક્સલ મેક્રો કેમેરાવાળો ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ છે.
  • ફ્રંટમાં 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે, જે વોટરડ્રોપ સ્ટાઇલ નોચની અંદર આવેલો છે.
  • તેમાં 4,520mAh બેટરી છે, જે 22.5W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.
  • કનેક્ટિવિટી માટે તેમાં ડ્યુઅલ મોડ 5G સપોર્ટ, બ્લુટૂથ v5.1, NFC, GPS, 3.5mm ઓડિયો જેક, USB ટાઇ-C પોર્ટ અને વાઇ-ફાઇ 802.11 ફીચર્સ આપવામાં આવ્યાં છે.
  • ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.

Redmi 10X Pro 5G બેઝિક સ્પેસિફિકેશન્સ

  • ડ્યુઅલ સિમ (નેનો) રેડમી 10X Pro 5G એન્ડ્રોઇડ 10OS પર બેઝ્ડ MIUI 12 પર ચાલે છે અને તેમાં HDR10 અને 600nits બ્રાઇટનેસવાળી 6.57 ઇંચની ફુલ HD+ (1,080x2,400 પિક્સલ) ડિસ્પ્લે સામેલ છે.
  • ફોનમાં 8GB સુધીની રેમ અને 256GB સુધીનું ઇન્ટરનલ સ્ટોરેજ છે.
  • ફોટોગ્રાફી માટે તેમાં ચાર રિઅર કેમેરા આપવામાં આવ્યા છે. તેમાં 48 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા, 8 મેગાપિક્સલ મેક્રો કેમેરા અને 3x ઓપ્ટિકલ, 5x હાઇબ્રિડ ઝૂમ અને 30x ડિજિટલ ઝૂમ સપોર્ટવાળું 8 મેગાપિક્સલ ટેલિફોટો લેન્સ આપવામાં આવ્યો છે. ફ્રંટમાં 20 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે, જે વોટરડ્રોપ સ્ટાઇલ નોચની અંદર આવેલો છે.
  • તેમાં 4,520mAh બેટરી છે જે 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.
  • કનેક્ટિવિટી માટે તેમાં SA/NSA ડ્યુઅલ 5G સપોર્ટ, બ્લુટૂથ v5.1, NFC, GPS, 3.5 મિલિમીટર ઓડિયો જેક, USB ટાઈપ-C પોર્ટ વાઈ-ફાઈ 802.11 ફીચર્સ આપવામાં આવ્યાં છે. ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Vyaapaar Samachar
Top