menu
ચિત્રલેખાગુજરાત

સામૂહિક આપઘાત-કેસમાં સોની-પરિવારના વધુ એક સભ્યનું મોત

6 March 2021, 5:33 pm

વડોદરાઃ રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલા વડોદરાના સોની પરિવારના સામૂહિક આપઘાત કેસમાં આજે વધુ એકનું મોત થતાં કુલ ચાર લોકોનાં મોત થયાં છે. આ કેસમાં રોજેરોજ એક પછી એક નવી વાત ખૂલી રહ્યા છે. આ પરિવાર જ્યોતિષીઓની વાતમાં આવીને ભયાનક નાણાભીડમાં મુકાઈ ગયો હતો. આ પરિવાર કઈ રીતે ગુપ્ત ધનની લાલચમાં એક પછી એક જ્યોતિષીઓની વાતોમાં આવતો ગયો અને નાણાની તંગીમાં આવી ગયો હતો.

સ્વાતિ સોસાયટીમાં રહેતા સોની પરિવારના સામૂહિક આપઘાત કેસમાં સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃતક નરેન્દ્રભાઇ સોનીનાં પત્ની દીપ્તિબહેન સોનીનું મૃત્યુ થયું છે. સોની પરિવારના સામૂહિક આપઘાતના કેસમાં મૃતક નરેન્દ્ર સોનીનાં પત્ની દીપ્તિબહેન સોનીનું મોત થયું છે.

Loading...

No Internet connection

Link Copied