Monday, 13 Jul, 1.56 pm વ્યાપાર સમાચાર

ગુજરાતના સમાચાર
વડોદરા: કોરોના જેવા લક્ષણો ધરાવતા ૨૫૧૯ દર્દીઓ મળી આવ્યા,તંત્ર એલર્ટ

અમદાવાદ : વડોદરામાં કોરોનાનુ સંક્રમણ ઘનિષ્ઠ બન્યું છે અને પોઝિટિવ કેસની સંખ્યામાં રોજ વધારો થઇ રહ્યો છે જેને ધ્યાને રાખીને તંત્ર દ્વારા ૧લી જુલાઇથી શહેરમાં હેલ્થ સર્વે ચાલુ કરવામાં આવ્યો છે જેમાં ધનવંતરી આરોગ્ય રથ અને ડોર ટુ ડોર સર્વેનો સમાવેશ થાય છે.આ ૧૨ દિવસના સર્વે દરમિયાન કોરોના જેવા લક્ષણો ધરાવતા ૨૫૧૯ દર્દીઓ મળી આવતા તંત્ર દોડતુ થયુ છે.

વડોદરામાં કોવિડ માટે ખાસ ફરજ પરના અધિકારી એવા શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે રવિવારે સાંજે જાહેર કરેલા આંકડાઓ મુજબ છેલ્લા ૧૨ દિવસ દરમિયાન સર્વેમાં શ્વાસનીતીવ્ર તકલીફ હોય તેવા ૩૨ દર્દીઓ, તાવના ૧૦૭૬ દર્દીઓ અને શ્વાસની તકલીફ સાથે ઇન્ફ્લુએન્ઝાના લક્ષણો હોય એવા ૩૨૯૧ દર્દીઓ મળી આવ્યા છે.

આ દરમિયાન કોરોનાના જેવા લક્ષણો હોય તેવા ૨૫૧૯ દર્દીઓ પણ મળી આવ્યા છે. જો કે આ દર્દીઓને સામાન્ય લક્ષણો છે તેમ છતા આ દર્દીઓ પૈકી ૧૯૫ને હોસ્પિટલમાં દાખલ થવા માટે સૂચના આપી દેવાઇ છે બાકીના હોમ આઇસોલેશનમાં રહેશે અને આરોગ્ય કર્મચારીઓ તેમનું નિયમિત મોનિટરિંગ કરશે.

હાલમાં કોરોનાના ૫૭૭ દર્દીઓ સારવાર હેઠળ છે જે પૈકી ૧૨૧ દર્દીઓ સરકારી હોસ્પિટલમાં અને ૧૫૦ ખાનગી હોસ્પિટલમાં દાખલ છે

૫૮ દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં ફ્રી બેડમાં તો ૨૪૮ દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે

વડોદરામાં રવિવારની સાંજ સુધીના રિપોર્ટ મુજબ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મળીને કોરોનાના ૫૭૭ પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે.આ ૫૭૭ દર્દીઓ પૈકી ૨૧ ટકા જ સરકારી હોસ્પિટલમાં છે મતલબ કે ૧૨૧ દર્દીઓ ગોત્રી અને એસએસજી હોસ્પિટલમાં છે તો ૧૦ ટકા એટલે કે ૫૮ ટકા દર્દીઓ એવા છે જે ખાનગી હોસ્પિટલમાં સરકાર દ્વારા ઉભી કરવામાં આવેલી ફ્રી બેડ પર દાખલ છે અને ૨૬ ટકા એટલે કે ૧૫૦ દર્દીઓ પોતાના ખર્ચે ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહ્યા છે.બાકીના ૪૩ ટકા એટલે કે ૨૪૮ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાની જરૃર નહી હોવાથી હોમ આઇસોલેશનમાં રખાયા છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Vyaapaar Samachar
Top