હોમ પેજ
વિમાન કંપનીઓને ચાલુ વર્ષે 118.5 અબજ ડોલરના નુકસાનનો અંદાજ: IATA

નવી દિલ્હી: વૈશ્વિક સ્તરે વિમાન કંપનીઓનું નુકશાન 2020માં 118.5 અબજ ડોલર અને 2021માં 38.7 અબજ ડોલક રહેવાનો અંદાજ છે. વિમાન કંપનીઓના વૈશ્વિક સંગઠન આંતરરાષ્ટીરય હવાઈ યાતાયાત સંઘ (IATA)ના એક ટોચના અધિકારીએ મંગળવારે જણાવ્યું કે, આ જૂનમાં લગાવવામાં આવેલ અનુમાનથી ખરાબ સ્થિતિ છે.
આઈટીએટીના મુખ્ય અર્થશાસ્ત્રી બ્રાયન પિયર્સે કહ્યું કે, 2020નું બીજુ ક્વાર્ટર ઘણું નિરાશાજનક રહ્યું. જૂનમાં વૈશ્વિક સ્તરે વિમાન કંપનીઓને 2020માં 84.3 અબજ ડોલર અને 2021માં 15.1 અબજ ડોલરનું નુકશાન થવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. કોરોના વાયરસ મહામારીને પગલે મુસાફરી પરના પ્રતિબંધોને કારણે 2020માં વૈશ્વિક એરલાઈન્સમાં અત્યંત ઘટાડો આવ્યો છે.
પિયર્સે વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ સંમેલનમાં જણાવ્યું કે, ચાલુ નાણાકીય વર્ષનું બીજુ ક્વાર્ટર અત્યંત નિરાશાજનક રહ્યું છે. આને કારણે અમે અમારા અનુમાનોને વધુ ઘટાડવા મજબૂર બન્યા. 2020માં વિમાન ઉદ્યોગને કુલ 118.5 અબજ ડોલરનું નુકશાન થવાનો અંદાજ છે.