Dailyhunt
1 લી એપ્રિલના "લોકડાઉન" પ્રૅન્કથી સાવધાન, મજાક પાછળ જોખમ, જાણો સાયબર એક્સપર્ટની સલાહ

1 લી એપ્રિલના "લોકડાઉન" પ્રૅન્કથી સાવધાન, મજાક પાછળ જોખમ, જાણો સાયબર એક્સપર્ટની સલાહ

WATCH GUJARAT 1 week ago

Mayur Bhusavalkar, Cyber Expert. 1 લી એપ્રિલ એટલે કે 'એપ્રિલ ફૂલ' ના દિવસથી સોશિયલ મીડિયા પર અનેક લોકો એક પીડીએફ શેર કરી રહ્યા છે, જેના પર ભારત સરકારનું લોગો અને "વૉર લોકડાઉન નોટીસ" જેવું લખાણ હોય છે. જ્યારે તમે આ ફાઈલ ખોલો છો, ત્યારે અંદર જોકરનો ફોટો અને "એપ્રીલ ફૂલ" લખેલું જોવા મળે છે. જોકે આ મજાક લાગે, પણ તેની પાછળ ગંભીર જોખમો છુપાયેલા હોઈ શકે છે.

આ પ્રકારની પીડીએફ ડાઉનલોડ કરવી અને બીજાઓને મોકલવી કેમ જોખમી છે,તે બાબતે સાઈબર એક્સપર્ટ મયુર ભુસાવળકરે જણાવ્યું કે જેનાથી ત્રણ પ્રકારના હૂમલાઓ ઈન્ટરનેટ યૂઝર પર થઈ શકે છે, 1 માલવેર અને વાયરસનું વિતરણ : પીડીએફ ફાઈલોમાં સ્ક્રિપ્ટ્સ અથવા કોડ છુપાયેલ હોઈ શકે છે. જેવી તમે આ ફાઈલ ખોલો, તે તમારા ફોનમાં વાયરસ ઇન્સ્ટોલ કરી શકે છે,વધુમાં તે તમારા પાસવર્ડ, બેંકિંગ વિગતો અથવા વ્યક્તિગત ફોટા પણ ચોરી શકે છે.૨. રિમોટ એક્સેસ મેળવી શકે: કેટલીક શંકાસ્પદ ફાઈલો તમારા ફોનનો કંટ્રોલ હેકર્સને આપી શકે છે, આનાથી તેઓ તમારા કેમેરા કે માઇક્રોફોનનો ઉપયોગ પણ કરી શકે છે.૩. ફિશિંગ એટેક :સરકારી નોટિસ જેવી દેખાતી ફાઈલો દ્વારા યુઝર્સને છેતરીને તેમની અંગત માહિતી મેળવવાનો પ્રયાસ પણ કરી શકે છે.

વધુમાં તેમને જણાવ્યું હતું કે,ભારત સરકારના સત્તાવાર લોગો,સરકારી શબ્દોનો ખોટો ઉપયોગ કરવો એ કાયદાકીય ગુનો છે, કારણકે એમ્બ્લેમ્સ એન્ડ નેમ્સ એક્ટ, 1950 ના કાયદા મુજબ સરકારી પ્રતીકોનો ઉપયોગ વ્યવસાયિક કે છેતરપિંડી માટે કરવો પ્રતિબંધિત છે અને આ કાયદા હેઠળ લોગોનો દુરુપયોગ કરવા બદલ જેલની સજા અથવા ભારે દંડ થઈ શકે છે.સરકાર ક્યારેય વોટ્સએપ પર પીડીએફ દ્વારા આવી ગંભીર નોટિસ મોકલતી નથી. સત્તાવાર માહિતી હંમેશા સરકારી વેબસાઇટ્સ અથવા પ્રમાણિત ન્યૂઝ ચેનલો પર જ આવે છે.

મયુર ભુસાવળકર એ બાબત પણ જણાવે છે કે આવા પ્રકારના પ્રેન્કથી સામાજીક પરીસ્થીતી પર પણ વિપરીત પ્રકારની અસરો થાય છે,જેમકે "વૉર લોકડાઉન" શબ્દ ને વાંચી વૃદ્ધ, બીમાર, અને ગરીબ લોકો પણ ગભરાઈ જઈ શકે છે,જેની અસર તેમના રોજ બરોજ ના કાર્ય અને જીવનશૈલી ને પણ પ્રભાવીત કરે છે,આવા પ્રકારના ટેમ્પ્લેટ થકી સાઈબર ભેજાબાજો ભવિષ્યમાં નકલી બેંક નોટીસ ,કોર્ટ ઓર્ડર ,ઈન્કમ ટેક્સ નોટીસ મોકલીને પણ લોકોના બેંક એકાઉન્ટ અને ડેટા પર તરાપ મારી શકે છે,વધુમાં આ પ્રકારની માહિતીથી માર્કેટ પણ અસરગ્રસ્ત બની શકે છે,અને વારંવાર નકલી એલર્ટ મેસેજને ફેલાવવાથી લોકો ભવિષ્યમાં સાચી નોટીસ પ્રત્યે પણ બેદરકાર બની શકે છે.

જયારે આ પ્રેન્ક પીડીએફ ફાઈલનું 360 ડીગ્રી થ્રેટ માઈક્રો એનાલિસિસ કરવામાં આવ્યું તો એ બાબત સામે આવી કે આ પીડીએફ ફાઈલ ક્લીન છે,જેમાં કોઈપણ પ્રકારની જોખમી બાબત સામે આવી નથી,પરંતુ અમુક એડવાન્સ પીડીએફ ફાઈલ ખોલતા જાવાસ્ક્રિપ્ટ આપમેળે રન થઈ શકે છે જેનાથી બેંક માહિતી અને લોકેશન ની માહિતી સાઈબર ભેજાબાજો મેળવી લે છે,અમુકવાર જો એમ્બેડેડ પ્રકારની પીડીએફ હોય તો તે યુઝરને ફિશિંગ સાઈટ્સ પર પણ લઈ જઈ શકે છે,અમુકવાર ઓપન એક્શન ને કારણે આપમેળે માલવેર કે રેન્સમવેર ઓટો ડાઉનલોડ થઈ શકે છે,અને ઑટોફિલ વિકલ્પ જો ઓન રાખ્યો હોય તો વ્યકિતગત માહિતી પણ ચોરાઈ શકે છે,એટલે સાવધ અને જાગૃત રહેવું અત્યંત જરુરી છે.

સાયબર સુરક્ષા માટે ક્યાં પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ, તે બાબતે તેઓ જણાવે છે કે અજાણી ફાઈલો ડાઉનલોડ ન કરો,જો કોઈ અજાણ્યા નંબર કે ગ્રુપમાંથી આવી ફાઈલ આવે, તો તેને ખોલશો પણ નહીં.લાયસન્સ પ્રકારના એન્ટી-વાયરસનો ઉપયોગ કરી ને આવી ફાઈલોને સ્કેન કરો,ફોરવર્ડ કરતા પહેલા વિચારો કારણકે આવી ખોટી અફવાઓ ફેલાવવાથી તમે કાયદાકીય મુશ્કેલીમાં મુકાઈ શકો છો.જો તમને લાગે કે તમારો ફોન હેક થયો છે, તો ત્વરિત ફોનમાંથી સીમકાર્ડ કાઢી લો અને ફોનને ફેક્ટરી રીસેટ કરો, તેમજ તમામ મેઈલ એકાઉન્ટ, સોશિયલ મીડિયા એકાઉન્ટ અને બેન્કિંગ એકાઉન્ટ ના પાસવર્ડ બદલવા જોઈએ ,વધુમાં 1930 પર કોલ કરો અથવા નજીકના સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની મુલાકાત લો.

1 લી એપ્રિલના "લોકડાઉન" પ્રૅન્કથી સાવધાન, મજાક પાછળ જોખમ, જાણો સાયબર એક્સપર્ટની સલાહ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Watch Gujarat