Watch Gujarat. ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે હવે પક્ષ પલટાની મોસમ પણ પૂરબહારમાં ખીલી છે. વડોદરા જિલ્લા પંચાયતના સોખડા બેઠકના સભ્યએ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. તેઓએ ભાજપની કામગીરીથી નારાજ થઇને રાજીનામુ ધરી દીધું છે, અને પુનઃ કોંગ્રેસમાં જોડાયા છે.
સોખડા બેઠકના જિલ્લા પંચાયતના સભ્ય કિરણસિંહ ત્રણ વર્ષ અગાઉ કોંગ્રેસમાંથી ભાજપામાં આવ્યાં હતા.
વાઘોડીયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેઓને ભાજપમાં લઇ આવ્યાં હતા. ત્યારે હવે પછી ચૂંટણીઓ આવી છે ત્યારે તેઓએ વધુ એક વખત પક્ષ બદલવાનું મન બનાવી ભાજપમાંથી રાજીનામું સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા છે.
કિરણસિંહ રાઠોડે આક્ષેપ કર્યો હતો કે, હું ભારતીય જનતા પાર્ટીમાં ત્રણ વર્ષ પહેલા જ્યારે જોડાયો હતો, ત્યારે મને એવું હતું કે, સત્તામાં ભાજપ છે એટલે વિકાસ થશે, પણ ભારતીય જનતા પાર્ટીની જિલ્લા પંચાયત સતત ફેઇલ થઇ છે. વિકારના નામે શૂન્ય છે, લોકોને રોજગારીનો પ્રશ્ન હોય, હું 2008થી કોંગ્રેસમાં હતો, ત્યારે હું સતત લોકો માટે લડતો રહેતો હતો અને લોકોના પ્રશ્નો, લોકોને રોજગારી મળી રહે, વિકાસના કામ થાય તે માટે સતત મેં પ્રયત્ન કર્યો છે. સોખડા જિલ્લા પંચાયતના લોકોએ મારા પર વિશ્વાસ મૂકીને જીતાડ્યો હતો, પણ વિકાસના નામે શૂન્ય છે, ત્યારે હું આ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપું છે.
ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ કિરણસિંહ હવે પુનઃ કોંગ્રેસમાં જોડાયા છે અને કોંગ્રેસના બેનર ઉપરથી ચૂંટણી લડે તેવી પણ શક્યતાઓ છે. ત્યારે સૂત્રો તરફથી એવી પણ માહિતી મળી છે કે, આ વખતે ભાજપમાંથી તેઓનું પત્તુ કાપવાની સંભાવનાઓને કારણે તેમણે રાજીનામું આપી પુનઃ કોંગ્રેસમાં જોડાયા છે.
વડોદરા જિલ્લા પંચાયતના સભ્ય કિરણસિંહ રાઠોડનું ભાજપમાંથી રાજીનામું, જાણો શું છે કારણ

