Dailyhunt
અમદાવાદમાં દુર્ઘટના, કેમિકલ ગેસ લીક થવાથી ચાર લોકોનાં મોત

અમદાવાદમાં દુર્ઘટના, કેમિકલ ગેસ લીક થવાથી ચાર લોકોનાં મોત

ગુજરાતમાં સિમાગે નજીકધોળકા તહસીલના ઢોલી ગામની એક કંપનીમાં ગેસના લિક થવાને કારણે ચાર લોકોનાં મોત નીપજ્યાં છે. આ ઘટના ચિરીપાલ ગ્રુપ ઓફ કંપનીઝના પરિસરમાં બની હતી

આ ધટના બપોરે ઘટી હતી હાલમાં પોલીસ હાલ ઘટના સ્થળ પર છે અને મૃતદેહોને કોઠ ગામના આરોગ્ય કેન્દ્રમાં પીએમ રિપોર્ટ માટે લઈ જવાયા છે.

ધોળકામાં ઝેરી ગેસ લીકેજ થતાં 4 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે ધોળી ઈન્ટિગ્રેડેટ સ્પ્રીનિંગ પાર્કમાં આ ઘટના બની છે. એક મજૂરને બચાવવા જતાં 4 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.


આ આખી ઘટનાને સોશિયલ મીડિયા ફોટો વાયરલ થઇ રહ્યા છે. જેમાં સ્પષ્ટપણે કામદારો ખાનગી કંપનીના છે માત્ર આટલું જ નહીં સોશિયલ મીડિયામાં એવી પણ ચર્ચા છે કે આ કંપની દ્વારા કેમિકલવાળું પાણી ખેતરોમાં છોડવામાં આવે છે અને સરકારી બાબૂઓ પણ આ વાત અંગે આંખ આડા કાન કરે છે.

નાયબ પોલીસ અધિક્ષક નીતેશ પાંડેના જણાવ્યા અનુસાર ચાર મજૂર કેમિકલ વેસ્ટ ટાંકીની સફાઇ કરી રહ્યા હતા. તે જ સમયે, રાસાયણિક કચરામાંથી ઝેરી ગેસની ગંધ આવતા તેનું મૃત્યુ થયું હતું. આ કેસમાં એફઆઈઆર નોંધવાની કાર્યવાહી ચાલી રહી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Gujarati