સરકારી ક્ષેત્રે ઉજ્જવળ કરિયર બનાવવા માંગતા અને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો માટે અમદાવાદમાં ઘરઆંગણે જ નોકરી મેળવવાની ઉત્તમ તક આવી ગઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સંચાલિત 'અમદાવાદ વર્લ્ડ હેરીટેજ સીટી ટ્રસ્ટ' અંતર્ગત વિવિધ 17 જગ્યાઓ પર ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડીને ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
આ ભરતી પ્રક્રિયા હેઠળ પસંદગી પામનાર લાયક ઉમેદવારોને તેમની પોસ્ટના આધારે દર મહિને રૂ. 30,000 થી લઈને રૂ. 80,000 સુધીનું આકર્ષક પગાર ધોરણ ચૂકવવામાં આવશે.
ઓવરથિકિંગ અને માનસિક તનાવથી તમારુ મગજ થાકી ગયુ છે ? તો અજમાવો ભગવદ્દ ગીતાના આ 3 લાઈફ હેક્સ
આ ભરતી અંતર્ગત હિસ્ટોરિયન, આસિસ્ટન્ટ ડિરેક્ટર, આસિસ્ટન્ટ આર્કિટેક્ટ (૪ જગ્યા), G.I.S એક્સપર્ટ, કોંઝર્વેશન આર્કિટેક્ટ્સ (૨ જગ્યા), ડ્રાફ્ટ પર્સન (૨ જગ્યા), અને એડમિનિસ્ટ્રેટિવ કોર્ડિનેટર સહિત ટુરિઝમ અને ક્રિએટિવ સેલના વિવિધ મેનેજર પદો પર નિમણૂક કરવામાં આવશે. અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોની વય મર્યાદા 25 વર્ષથી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અલગ-અલગ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાતના ધોરણો પણ જુદા-જુદા રાખવામાં આવ્યા છે, જેની વિગતવાર માહિતી સત્તાવાર નોટિફિકેશનમાંથી મેળવી શકાશે.
રસ ધરાવતા ઉમેદવારોએ અમદાવાદ મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ https://ahmedabadcity.gov.in પર જઈને 'Recruitment' સેક્શનમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી ફી પેટે બિન-અનામત (જનરલ) વર્ગના ઉમેદવારો માટે રૂ.500 અને અનામત વર્ગના ઉમેદવારો માટે રૂ.250 નક્કી કરવામાં આવ્યા છે. ઓનલાઈન ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 11 જૂન 2026 (સાંજે 05:00 વાગ્યા સુધી) રાખવામાં આવી છે, તેથી લાયક ઉમેદવારોને સમય મર્યાદામાં પોતાની પ્રક્રિયા પૂર્ણ કરી લેવા જણાવાયું છે.
'ડોનાલ્ડ ટ્રમ્પ' નામની ભેંસની બલિદાન આપવા પર પ્રતિબંધની ઈરાને મજાક ઉડાવી; જાણો સમગ્ર મામલો

