Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ડીપી બદલી, PBKS નુ નામ હટાવ્યુ.... અર્શદીપે ઈંસ્ટા પર ચલાવ્યુ સફાઈ અભિયાન, 200 થી વધુ પોસ્ટ કરી ડિલીટ

ડીપી બદલી, PBKS નુ નામ હટાવ્યુ.... અર્શદીપે ઈંસ્ટા પર ચલાવ્યુ સફાઈ અભિયાન, 200 થી વધુ પોસ્ટ કરી ડિલીટ

Photo Credit: X

ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે સોમવારે રાત્રે ઇન્સ્ટાગ્રામ પર સફાઈ અભિયાન શરૂ કર્યું. તેણે માત્ર પોતાનો ડીપી જ નહીં પરંતુ સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી સાથેનો વાયરલ વીડિયો સહિત અનેક વીડિયો પણ ડિલીટ કર્યા, જેને 15 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા હતા. IPL 2026 માં અર્શદીપનું પ્રદર્શન ખરાબ રહ્યું, તેણે 14 મેચમાં માત્ર 14 વિકેટ લીધી અને પ્રતિ ઓવર 10 થી વધુ રન આપ્યા.
પંજાબ કિંગ્સ આ સિઝનમાં પ્લેઓફ માટે ક્વોલિફાય થવામાં નિષ્ફળ ગયું.

RCB vs GT: ગુજરાતનો 'બિગ હૈડ' વિરુદ્ધ આરસીબીના 'ગોલ્ડન હૈડ' વચ્ચે મુકાબલાની જોરદાર ટક્કર

અર્શદીપ સિંહ અને IPL પંજાબ ટીમ વિવાદ

અર્શદીપ સિંહે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો પ્રોફાઇલ પિક્ચર બદલી નાખ્યુ છે અને પોતાના ઇન્સ્ટાગ્રામ બાયોમાંથી PBKS નામ પણ હટાવી દીધુ છે.

અર્શદીપે ગયા વર્ષે વિરાટ કોહલી સાથે જે રીલ પોસ્ટ કરી હતી, તેમાં અર્શદીપે કોહલી સાથે મજાકમાં કહ્યું હતું કે જો ટાર્ગેટ મોટો હોત, તો પૂર્વ કેપ્ટન સતત ત્રીજી સદી બનાવી શક્યા હોત. અર્શદીપે કહ્યું હતું, "પાજી, રન ઓછા પડી ગયા, બાકી આજે સેન્ચુરી પાક્કી હતી." આના જવાબમાં કોહલીએ મજાકમાં કહ્યું, "ટોસ જીતી ગયા, નહીંતર ઝાકળમાં તારી પણ (સેન્ચુરી) પાક્કી હતી."

રસપ્રદ વાત એ છે કે, અર્શદીપે આ પોસ્ટ એવા સમયે ડિલીટ કરી દીધી જ્યારે બીસીસીઆઈએ તાજેતરમાં આઈપીએલમાં ખેલાડીઓ અને ટીમો માટે અનેક પ્રતિબંધો જાહેર કર્યા હતા. આ નિયમો પહેલાથી જ અમલમાં હતા, પરંતુ ઘણા ખેલાડીઓએ ખુલ્લેઆમ તેનું ઉલ્લંઘન કર્યું હતું. અર્શદીપ તેની ગર્લફ્રેન્ડ સાથે ટીમ બસમાં પણ જોવા મળ્યો હતો. બીસીસીઆઈની કડકતા બાદ, અહેવાલો બહાર આવ્યા કે પંજાબના ખેલાડીઓએ હવે ફ્રેન્ચાઇઝીના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર ફક્ત મેદાન અને ટીમ બસના વીડિયો પોસ્ટ કરવા જોઈએ.

ગોંડલ પંથકમાં ખનીજ માફિયાઓ સામે પોલીસની મોટી કાર્યવાહી, 70 લાખનો મુદ્દામાલ જપ્ત

ટીમના એક સૂત્રએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, "CEO ટ્રેનિંગ ખેલાડીઓ સાથે વાત કરશે અને BCCI દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકા વાંચશે. હાલમાં કોઈ પણ ખેલાડી ફોક્સમા નથી. નિયમોનું સન્માન કરવુ જોઈએ અને તેનુ કડકાઈથી પાલન કરવુ જોઈએ."

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Gujarati