Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Evening Snacks Ideas: સાંજના નાસ્તાને બનાવો હેલ્ધી અને ટેસ્ટી, ઘરે જ બનાવો બટાકા-પનીર-સ્વીટકોર્ન સેન્ડવિચ

Evening Snacks Ideas: સાંજના નાસ્તાને બનાવો હેલ્ધી અને ટેસ્ટી, ઘરે જ બનાવો બટાકા-પનીર-સ્વીટકોર્ન સેન્ડવિચ

બટાકા-પનીર-સ્વીટકોર્ન સેન્ડવિચ રેસીપી

જો તમે સાંજના નાસ્તામાં કંઈક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખાવા માંગતા હો, તો બટાકા-પનીર-સ્વીટકોર્ન સેન્ડવિચ એક ઉત્તમ વિકલ્પ છે. બાળકો હોય કે મોટા, દરેકને તેનો સ્વાદ ખૂબ જ પસંદ આવશે.

સામગ્રી:

8 બ્રેડ સ્લાઇસ

2 બાફેલા બટાકા (મેશ કરેલા)

100 ગ્રામ પનીર (છીણેલું)

½ કપ બાફેલા સ્વીટકોર્ન

1 નાની ડુંગળી (ઝીણી સમારેલી)

1 લીલું મરચું (ઝીણું સમારેલું)

2 ટેબલસ્પૂન કોથમીર (ઝીણી સમારેલી)

½ ટીસ્પૂન કાળા મરીનો પાઉડર

½ ટીસ્પૂન ચાટ મસાલો

સ્વાદ મુજબ મીઠું

બટર અથવા ઘી (શેકવા માટે)

લીલી ચટણી અથવા ટોમેટો સોસ

પાતરા બનાવવાની રીત

બનાવવાની રીત:

એક મોટા બાઉલમાં મેશ કરેલા બટાકા, પનીર, સ્વીટકોર્ન, ડુંગળી, લીલું મરચું અને કોથમીર ઉમેરો.

હવે તેમાં મીઠું, કાળા મરીનો પાઉડર અને ચાટ મસાલો ઉમેરીને બધું સારી રીતે મિક્સ કરો.

બ્રેડની એક સ્લાઇસ પર લીલી ચટણી લગાવો અને તેના પર તૈયાર કરેલું મિશ્રણ સરખી રીતે ફેલાવો.

ઉપર બીજી બ્રેડ સ્લાઇસ મૂકી દો.

પાપડનું શાક રેસીપી

સેન્ડવિચની બંને બાજુ બટર અથવા ઘી લગાવો.

હવે સેન્ડવિચને તવા અથવા સેન્ડવિચ મેકરમાં બંને બાજુ ગોલ્ડન બ્રાઉન અને કરકરો થાય ત્યાં સુધી શેકો.

તૈયાર સેન્ડવિચને ત્રિકોણ આકારમાં કાપીને લીલી ચટણી અથવા ટોમેટો સોસ સાથે ગરમાગરમ સર્વ કરો.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Gujarati