Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
હાઈ પ્રોટીન રાજમા ટાકોસ માટેની રેસીપી

હાઈ પ્રોટીન રાજમા ટાકોસ માટેની રેસીપી

રાજમા ટાકોઝ બનાવવા માટેની સામગ્રી

રાજમાના સ્ટફિંગ માટે

ઉકાળેલા રાજમા - 2 કપ

ડુંગળી - 1 (ઝીણી સમારેલી)

ટામેટું - 1 (ઝીણું સમારેલું)

લસણ - 3 કળીઓ (ઝીણું સમારેલું)

લીલા મરચાં - 1 થી 2

તેલ - 2 ચમચી

જીરું - ½ ચમચી

લાલ મરચું પાવડર - ½ ચમચી

ધાણા-જીરું પાવડર - 1 ચમચી

ગરમ મસાલો - ½ ચમચી

મીઠું - સ્વાદ મુજબ

લીંબુનો રસ - 1 ચમચી

લીલા ધાણા - 2 ચમચી

ટાકોઝ માટે

ટાકોઝ શેલ - 6

સમારેલી કોબી - 1 કપ

સમારેલા કેપ્સિકમ - ½ કપ

સમારેલી લેટીસ - 1 કપ

છીણેલું ચીઝ - 1 કપ

ટમેટાની સોસ અથવા સાલસા - જરૂર મુજબ

ખાટી ક્રીમ અથવા મેયોનેઝ - વૈકલ્પિક

રાજમા ટાકોઝ બનાવવાની રીત

એક કડાઈમાં તેલ ગરમ કરીને તેમાં જીરું ઉમેરો.

હવે ડુંગળી, લસણ અને લીલા મરચાં ઉમેરી હળવા બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો.

ત્યારબાદ ટામેટાં ઉમેરી નરમ થાય ત્યાં સુધી રાંધો.

હવે લાલ મરચું, ધાણા-જીરું પાવડર, ગરમ મસાલો અને મીઠું ઉમેરી મિક્સ કરો.

તેમાં ઉકાળેલા રાજમા ઉમેરી હળવા હાથે થોડા મેશ કરો અને 4-5 મિનિટ સુધી રાંધો.

અંતે લીંબુનો રસ અને લીલા ધાણા ઉમેરી ગેસ બંધ કરો.

ટાકોઝ શેલને પેકેટ પર આપેલી સૂચના મુજબ થોડા ગરમ કરો.

દરેક ટાકોઝમાં પહેલા કોબી અને લેટીસ ભરો, પછી રાજમાનું સ્ટફિંગ ઉમેરો.

ઉપરથી કેપ્સિકમ, ચીઝ, સાલસા અને ખાટી ક્રીમ અથવા મેયોનેઝ ઉમેરી તરત જ સર્વ કરો.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Gujarati