Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ઓવરથિકિંગ અને માનસિક તનાવથી તમારુ મગજ થાકી ગયુ છે ? તો અજમાવો ભગવદ્દ ગીતાના આ 3 લાઈફ હેક્સ

ઓવરથિકિંગ અને માનસિક તનાવથી તમારુ મગજ થાકી ગયુ છે ? તો અજમાવો ભગવદ્દ ગીતાના આ 3 લાઈફ હેક્સ

gen z geeta slok

Bhagavad Gita: આજ કાલના સમયમાં જ્યા Gen Z પેઢી એંઝાયટી અને ઓવરથિકિંગમાં રહે છે. અને થેરેપિસ્ટ સાથે વધુ સમય વિતાવે છે. ઉલ્લેખનીય છે કે તેમણે 5000 વર્ષ જૂની ભગવદ્દગીતામાં પોતાના બધા જવાબ શોધવા જોઈએ. શ્રીમદ્દભગવદ્દગીતા માં પોતાના બધા જવાબ શોધવા જોઈએ. 'શ્રીમદ્દભગવદ્દગીતા' માં એવા અનેક શ્લોક છે જે આજેની યુવા પેઢી માટે લાઈફ હૈકની જેમ સાબિત થઈ શકે છે.

તેમા કેટલાક મુખ્ય અહી આપેલા છે.

Bhagvat Geeta Quotes Guajrati - ગીતા સુવિચાર ગુજરાતી

1.યોગસ્થઃ કુરુ કર્માણિ સંગં ત્યક્ત્વા ધનંજય ।

સિદ્ધ્યસિદ્ધ્યોઃ સમો ભૂત્વા સમત્વં યોગ ઉચ્યતે ॥

(ભગવદ્દ ગીતાના અધ્યાય 2, શ્લોક 48)

મોટેભાગે આપણે કોઈ કામ એટલા માટે કરીએ છીએ કારણ કે તેનાથી આપણને કેટલીક ખાસ આશાઓ હોય છે. જ્યારે આપણ ફળ સાથે ખૂબ વધુ જોડાય જઈએ છીએ તો ભય અને ચિંતા ઉભી થાય છે. કૃષ્ણ કહે છે કે કામ પર ધ્યાન લગાવો... તેના પરિણામ થી થનારા મોહ પર નહી. જો આપણે સફળતા અને નિષ્ફળતાથી પરેશાન થતા નથી તો આપણે માનસિક રૂપથી મજબૂત બની જઈએ છીએ, અને અહી યોગનો મતલબ યોગા સાથે નથી. અહી મતલબ એ છે કે દરેક પરિસ્થિતિમાં મનનુ સંતુલન કાયમ રાખવુ. જે વ્યક્તિ સુખ-દુ:ખ, લાભ-હાનિ અને જય-પરાજયમાં સ્થિર રહે છે એ જ સાચો યોગી છે. જે વ્યક્તિ સુખ-દુખ, લાભ-નુકશાન અને જય-પરાજયમાં સ્થિર રહે છે એ જ સાચો યોગી છે.

2. વિહાય કામાન્યઃ સર્વાન્પુમાંશ્ચરતિ નિઃસ્પૃહઃ ।

નિર્મમો નિરહંકારઃ સ શાંતિમધિગચ્છતિ ॥

(ભગવદ્દ ગીતાના અધ્યાય 2, શ્લોક 71)

આ શ્લોકમાં શ્રીકૃષ્ણ અર્જુનને કહી રહ્યા છે કે જો મનુષ્ય પોતાની સમસ્ત ઈચ્છાઓ અને કામનાઓનો ત્યાગ કરી, અહંકાર અને લાલસા વગરનો થઈને સંસારમાં રહે છે તો તેને જ પરમ શાંતિની પ્રાપ્તિ થાય છે. તેનો મતલબ એ નથી કે તમે લક્ષ્‍ય ન રાખો. પણ એ છેકે તમે એ ઈચ્છાઓના ગુલામ ન બનો જે તમને બેચેન કરે છે. જ્યારે તમે બહારની દુનિયાની ચકાચોંઘ અને બધુ જ મેળવી લેવાની હોડ છોડી દો છો. ત્યારે તમારો માનસિક તનાવ ખતમ થઈ જાય છે. શાંતિ કોઈ વેકેશનમાં નથી. પણ મનની અંદર 'અહંકાર' અને 'લાલસા' ને ખતમ કરવામાં છે.

3. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન ।

મા કર્મફલહેતુર્ભૂર્મા તે સંગોડસ્ત્વકર્મણિ ॥

(ભગવદ્દ ગીતાના અધ્યાય 2, શ્લોક 47)

આ શ્લોક બતાવે છે કે કર્મ કરવુ જ આપણો ધર્મ છે. તમારો અધિકાર ફક્ત કાર્યમાં જ છે, તેના ફળમાં નહીં. તમે જે પ્રયત્ન કરો છો તે તમારા હાથમાં છે. પરંતુ પરિણામની ચિંતા કરવાથી તમારા વર્તમાન કાર્યનો નાશ થઈ શકે છે. જ્યારે પરિણામોની ખાતરી આપવામાં આવતી નથી, ત્યારે લોકો ઘણીવાર વિચારે છે, "કામ કેમ કરવું?" પરંતુ પરિણામોની ચિંતા છોડી દેવાનો અર્થ એ નથી કે તમારે કામ કરવાનું બંધ કરી દેવું જોઈએ. કર્મ કરતા રહેવુ એ આપણો ધર્મ છે.

Geeta Updesh: ગીતાના આ ઉપદેશ જેણે વાચ્યા તેમની બદલી જીંદગી, દરેક પગલે મળશે સફળતા

4. ક્રોધાદ્ભવતિ સમ્મોહઃ સમ્મોહાત્સ્મૃતિવિભ્રમઃ ।

સ્મૃતિભ્રંશાદ્ બુદ્ધિનાશો બુદ્ધિનાશાત્પ્રણશ્યતિ ॥

ગુસ્સાથી ભ્રમ પેદા થાય છે. અને ભ્રમમાં વ્યક્તિ ભૂલવા માંડે છે અને સાચા અને ખોટા વચ્ચેનો ભેદ પારખી શકતી નથી. વ્યક્તિ પોતાના ભૂતકાળની સીખ, સંસ્કાર અને મર્યાદા ભૂલી જાય છે. તેને યાદ રહેતુ નથી કે એ કોની સાથે વાત કરી રહ્યા છે અથવા તેના પરિણામો શું આવશે. ગુસ્સોમાં વ્યક્તિ આંઘળો બની જાય છે. તેમની બુદ્ધિનો વિકાસ અટકી જાય છે. જ્યારે બુદ્ધિ જ નથી રહેતી તો માણસ એવા નિર્ણય લે છે જે તેના કરિયર, સંબંધો અને જીવનને તબાહ કરી દે છે. આ શ્લોક આપણને ગુસ્સામાં રિએક્ટ ન કરવાની સલાહ આપે છે. જ્યારે તમે ખૂબ જ વધુ લાગણીશીલ અથવા ગુસ્સામાં હોવ ત્યારે કોઈપણ મોટા નિર્ણયો લેવાનું ટાળો. કારણ કે તે સમયે, તમારી બુદ્ધિ કામ કરતી નથી, ફક્ત ભ્રમ જ હાવી રહે છે.

5. શ્રેયાન્સ્વધર્મો વિગુણઃ પરધર્માત્સ્વનુષ્ઠિતાત્ ।

સ્વધર્મે નિધનં શ્રેયઃ પરધર્મો ભયાવહઃ ॥ (ભગવદ્દ ગીતાનો અધ્યાય 3, શ્લોક 35)

અહી સ્વધર્મનો અર્થ છે તમારો સ્વભાવ અને તમારી પોતાની ક્ષમત. દરેક વ્યક્તિ એક ખાસ ગુણ સાથે જન્મે છે. આપણે મોટેભાગે બીજાની સફળતા ઓઈને તેની નકલ કરવા માંડીએ છીએ. તેના કરતા સારુ છે કે તમે તમારી ફિલ્ડમાં સંઘર્ષ કરો. કારણ કે તમારો પોતાનો રસ્તો છે. તમે જ્યારે બીજાની નકલ કરવા માંડો છો તો તમે તમારી શાંતિ ગુમાવી દો છો. તમે આખી જીંદગી એ બનવાની કોશિશ કરો છો જે તમે છો જ નહી. તમે જે છો તેને સ્વીકાર કરવુ એ જ સૌથી મોટી જીત છે અને તમારે માટે એ જ સારુ છે નહી તો તમારા જીવનમાં બેચેની અને તણાવ ઉભા થવા માન્દે છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Gujarati